
ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને બેટિંગ લીધી
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 4 ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ આજે નાગપુર ખાતે રમાઈ રહી છે. ટોસ જીતીને ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સે પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. ભારત માટે સૂર્યકુમાર યાદવ અને શ્રીકાર ભરત આ મેચથી ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યુ કરી રહ્યો છે. જ્યારે ઓસ્ટ્રેલિયા માટે ઓફ-સ્પિનર ટોડ મોર્ફી ડેબ્યુ કરી રહ્યો છે.
ભારતની પ્લેઈંગ-11: કેએલ રાહુલ, રોહિત શર્મા, ચેતેશ્વર પૂજારા, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, રવિન્દ્ર જાડેજા, કેએસ ભરત (વિકેટકીપર), આર અશ્વિન, અક્ષર પટેલ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ
ઓસ્ટ્રેલિયાની પ્લેઈંગ-11: ડેવિડ વોર્નર, ઉસ્માન ખ્વાજા, માર્નસ લબુશેન, સ્ટીવ સ્મિથ, મેટ રેનશો, પીટર હેન્ડ્સકોમ્બ, એલેક્સ કેરી (વિકેટકીપર), પેટ કમિન્સ, ટોડ મોર્ફી, સ્કોટ બોલેન્ડ, નેથન લિયોન
વર્લ્ડ નંબર-1 ટીમ બની શકે છે ટીમ ઇન્ડિયા
જો ભારત આ શ્રેણી 2 ટેસ્ટના માર્જિનથી જીતે તો વર્લ્ડ નંબર-1 ટેસ્ટ ટીમ બની જશે. હાલ ઓસ્ટ્રેલિયા 126 રેટિંગ પોઈન્ટ્સ સાથે પ્રથમ સ્થાને છે. જ્યારે ભારત 115 રેટિંગ પોઈન્ટ્સ સાથે બીજા સ્થાને છે.
પિચ રિપોર્ટ
પિચ રિપોર્ટ દરમિયાન ઓસ્ટ્રેલિયાના પૂર્વ ઓપનર મેથ્યુ હેડન અને ભારતના પૂર્વ બેટ્સમેન સંજય માંજરેકરનું માનવું હતું કે, સ્પિનર્સને બહુ મદદ મળશે. ખાસ કરીને ડાબોડી બેટ્સમેન માટે ડાબોડી બોલર સામે બોલિંગ કરવી અઘરી રહેશે. ડાબોડી બેટ્સમેનના ઓફ-સ્ટમ્પની બહાર એક ખાસ રફ પેચ છે, જેનો સ્પિનર્સ ફાયદો ઉઠાવશે. મેચ પૂરા 5 દિવસ ચાલે તેની સંભાવના બહુ ઓછી છે.
છેલ્લા 10 વર્ષમાં ઘરઆંગણે ભારતનો દબદબો
ભારતીય ટીમે છેલ્લા 10 વર્ષમાં ઘરઆંગણે 15 સીરિઝ રમી છે અને તમામ જીતી છે. આ દરમિયાન ટીમે માત્ર 2 ટેસ્ટમાં હારનો સામનો કરવો પડ્યો હતો. જેમાંથી એક હાર 2017માં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ પુણે ખાતે આવી હતી.
અશ્વિન મેજર માઈલસ્ટોનથી 1 વિકેટ દૂર
ટેસ્ટ ક્રિકેટમાં 450 શિકારના આંકથી ભારતીય ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિન માત્ર 1 વિકેટ દૂર છે. આ મેચમાં આ વિકેટ ઝડપીને અશ્વિન આ માઈલસ્ટોન સુધી પહોંચનાર બીજો સૌથી ઝડપી બોલર બની જશે. ફાસ્ટેસ્ટ ટુ 450 ટેસ્ટ વિકેટ્સનો રેકોર્ડ શ્રીલંકાના મુથૈયા મુરલીધરનના નામે છે. મુરલીએ 80 ટેસ્ટમાં આ સિદ્ધિ પોતાના નામે કરી હતી. ઉલ્લેખનીય છે કે, અશ્વિન 450 વિકેટ ઝડપનાર વર્લ્ડનો નવમો બોલર બનશે.
व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें
Please Share This News By Pressing Whatsapp Button