જિલ્લા અદાલતોની કામગીરી આજથી ઓનલાઈન, દેશનું પ્રથમ રાજ્ય ગુજરાત બન્યું

દેશમાં સૌ પ્રથમવાર ગુજરાતમાં જેમાં અમદાવાદ સહિત 32 જિલ્લાઓમાં પ્રિન્સિપાલ ડિસ્ટ્રીક્ટ જજ સહિતની કોર્ટની કાર્યવાહીનું જીવંત પ્રસારણ શરૂ કરવામાં આવ્યું છે. જેને વકીલો, પક્ષકારો સહિતના કોઈપણ વ્યક્તિ જોઈ શકશે. નીચલી અદાલતોની કામગીરીના જીવંત પ્રસારણને અનુલક્ષીને રાજ્યની જુદી જુદી કોર્ટમાં જરૂરી સોફ્ટવેર ઈન્સ્ટોલ કરાયા છે.

પાયલોટ પ્રોજેક્ટ તરીકે દેશમાં સૌ પ્રથમવાર ગુજરાતમાં અમદાવાદ સહિત 32 જિલ્લાઓમાં પ્રિન્સિપાલ ડિસ્ટ્રીક્ટ જજ સહિતની કોર્ટની કાર્યવાહીનું જીવંત પ્રસારણ શરૂ કરવામાં આવ્યું છે. જેને વકીલો, પક્ષકારો સહિતના કોઈપણ વ્યક્તિ જોઈ શકશે.

  • આ કેસોનું જીવંત પ્રસારણ કરવામાં આવશે નહીં

મહત્વનું છે કે કોર્ટમાં ચાલી રહેલા લગ્નજીવન સંબંધિત કેસ, બાળકોના દત્તક કે કસ્ટડીના કેસ, જાતિય સતામણીના કેસ, પોક્સોના કાયદા હેઠળના કેસનું જીવંત પ્રસારણ નહીં થઈ શકે. જુવેનાઈલ જસ્ટિસ એક્ટ હેઠળના કેસ અને પ્રેગનન્સી એક્ટ હેઠળના કેસનું પણ જીવંત પ્રસારણ નહીં થાય. આ કેસોમાં પ્રાઈવસીના કાયદાનું ધ્યાન રાખવાનું હોવાથી આ કેસોનું જીવંત પ્રસારણ કરવામાં આવશે નહીં.

  • ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયધીશ અરવિંદ કુમારે સુપ્રિમ કોર્ટના બંને ન્યાયાધીશનું કર્યુ સ્વાગત

કાર્યક્રમની શરૂઆતમાં ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયધીશ અરવિંદ કુમારે સુપ્રિમ કોર્ટના બંને ન્યાયાધીશનું સ્વાગત કરતા કહ્યું કે ગુજરાત હાઈકોર્ટ અને તેના સભ્યો લોકોની સરળતા માટે સુપ્રિમ કોર્ટના આદેશ મુજબ સતત કાર્યરત છે. ગુજરાત હાઈકોર્ટની રોજની કાર્યવાહી લાઈવ કરવામાં આવે છે જેમાં ગુજરાત હાઈકોર્ટની યુટ્યુબ ચેનલના હાલ 1.28 લાખ સબસ્ક્રાઈબર જ્યારે ચાલુ થયાથી અત્યાર સુધી 1.72 લાખ કરતા વધારે વ્યુ હોવાની માહિતી પણ ચીફ જસ્ટીસે આપી.

આ ઉપરાંત તેમણે કહ્યું કે આજથી જે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે, તેના માટે હાઈકોર્ટના આઈટી વિભાગે ખુબ મહેનત કરી છે અને ટ્રેનિંગ પણ આપી છે, જ્યારે તેમણે તમામ મામલે રાજ્ય સરકારનો પણ આભાર માન્યો. આ પ્રસંગે સુપ્રિમ કોર્ટના ન્યાયાધીશ જસ્ટીસ જે.બી પારડીવાલા અને જસ્ટીસ એમ. આર. શાહે પણ એક સમયે ગુજરાત હાઈકોર્ટના સભ્ય હોવાનો ગર્વ વ્યક્ત કર્યો. એટલુ જ નહીં જસ્ટીસ એમ. આર. શાહે કહ્યું કે ઉત્તમ કામગીરીનું આ શ્રેષ્ઠ ઉદાહરણ છે અને સમય સાથે પરિવર્તન ખૂબ જરૂરી છે. છેવાડાના ગામમાં બેઠેલા વિદ્યાર્થીને હવે ખબર હોય છે કે દેશની સર્વોચ્ચ અદાલતમાં શું થઈ રહ્યું છે આ ઉપરાંત હવે અરજદારને પણ ખબર હોય છે કે તેમના કેસમાં શું ચાલી રહ્યું છે, દરેક ક્ષેત્રમાં ગુજરાત હંમેશા નંબર 1 રહ્યું છે. દેશની કોઈ પણ હાઈકોર્ટે આ પ્રકારની કામગીરી કરી નથી માટે કહેતા ગર્વ થાય છે કે અમે પણ ગુજરાત હાઈકોર્ટના સભ્ય હતા.

व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें

Please Share This News By Pressing Whatsapp Button



जवाब जरूर दे 

ભાણવડ નગરપાલિકામાં કોણ જીતશે ?

  • ભાજપ (47%, 8 Votes)
  • આમ આદમી પાર્ટી (35%, 6 Votes)
  • કોંગ્રેસ (18%, 3 Votes)

Total Voters: 17

Loading ... Loading ...


Related Articles

Close
Website Design By Bootalpha.com +91 82529 92275
.