
આવી રહ્યો છે મહાદેવનો તહેવાર
18 ફેબ્રુઆરીએ મહાશિવરાત્રિ છે. શિવજીના ભક્તો માટે આ એક તહેવારથી ઓછો દિવસ નથી. આ દિવસે તમામ શિવ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળે છે. આ દિવસે ભગવાન શિવ પ્રસન્ન અવસ્થામાં હોય છે, તેથી શિવજીની પૂજા કરવાથી ભક્તોની દરેક મનોકામના પૂર્ણ થાય છે. શિવજીની પૂજામાં અભિષેક ખૂબ જ મહત્વનો હોય છે.
આ દિવસે શિવલિંગ પર અભિષેકનું ખૂબ મહત્વ હોય છે. જ્યોતિષ અનુસાર મહાશિવરાત્રિના દિવસે જો તમે શિવલિંગ પર અભિષેક કરો તો તેનું પૂરું ફળ મળે છે. સાથે જ શુભ ફળોની પ્રાપ્તિ થાય છે. રાશિ અનુસાર જો વિવિધ દ્રવ્યોથી અભિષેક કરવામાં આવે તો શિવ ભગવાનને પ્રસન્ન થવામાં વાર નથી લાગતી. ચાલો જાણીએ તમારી રાશિથી ક્યા દ્રવ્યોથી શિવલિંગ પર અભિષેક કરશો.
મેષ રાશિ- મેષ રાશિનો સ્વામી ગ્રહ મંગળ છે. આ રાશિના લોકોએ શિવલિંગ પર મધ અને શેરડીના રસનો અભિષેક કરવો જોઈએ.
વૃષભ રાશિ- વૃષભનો સ્વામી ગ્રહ શુક્ર છે. જો આ રાશિના લોકો દૂધ અને દહીંથી શિવલિંગનો અભિષેક કરે છે તો તેમને ભગવાન શિવની કૃપાથી સુખી જીવન અને સારું સ્વાસ્થ્ય મળે છે.
મિથુન રાશિ- આ રાશિનો સ્વામી ગ્રહ બુધ છે. મિથુન રાશિના લોકોએ શુદ્ધ જળ, લાલ ફૂલ અને બિલિપત્ર મિક્સ કરીને અભિષેક કરવો જોઈએ.
કર્ક રાશિ- કર્ક રાશિનો સ્વામી ચંદ્ર છે. આ રાશિના લોકોએ શિવલિંગને કાચા દૂધથી અભિષેક કરવો જોઈએ અને માખણ અર્પણ કરવું જોઈએ. તેનાથી ભગવાન શિવની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે.
સિંહ રાશિ- સિંહ રાશિ પર સૂર્યનું શાસન છે. સિંહ રાશિના જાતકોએ શિવલિંગ પર મધનો અભિષેક કરવો જોઈએ અને ભોગ તરીકે ગોળ ચઢાવવો જોઈએ. આ કરવાથી ભગવાન શિવ તમારા પર પ્રસન્ન થશે.
કન્યા રાશિ – કન્યા રાશિનો સ્વામી બુધ ગ્રહ છે. આ રાશિના લોકોએ શિવલિંગ પર ગંગાના જળથી અભિષેક કરવો જોઈએ. આનાથી શુભ ફળ મળે છે.
તુલા રાશિ- તુલા રાશિનો સ્વામી શુક્ર ગ્રહ છે. તુલા રાશિના જાતકોએ શિવલિંગ પર દૂધ, દહીં અને શેરડીના રસનો અભિષેક કરવો જોઈએ. આ સાથે શિવલિંગ પર ધતુરા પણ ચઢાવવી જોઈએ.
વૃશ્ચિક રાશિ- વૃશ્ચિક રાશિનો સ્વામી મંગળ ગ્રહ છે. આ રાશિના લોકોએ શિવલિંગ પર મધનો અભિષેક કરવો જોઈએ. આવું કરવું ખૂબ જ શુભ અને ફળદાયી છે.
ધનુ રાશિ – ધનુ રાશિના લોકોએ શિવલિંગ પર ઘીનો અભિષેક કરવો જોઈએ. તેની સાથે ભગવાન શિવને પીળા ફૂલ પણ અર્પણ કરવા જોઈએ.
મકર રાશિ- મકર રાશિનો સ્વામી શનિ છે. આ રાશિના લોકો શિવલિંગ પર તલ અને સરસવનું તેલ અર્પણ કરી શકે છે.
કુંભ રાશિ- કુંભ રાશિનો મુખ્ય ગ્રહ શનિદેવ પણ માનવામાં આવે છે. આ રાશિના લોકોએ શિવલિંગ પર દહીં અને કાચા દૂધનો અભિષેક કરવો જોઈએ.
મીન રાશિ- મીન રાશિના લોકોએ શેરડીના રસ અને મધથી શિવલિંગનો અભિષેક કરવો જોઈએ. આ સાથે બદામ, બેલપત્ર અને પીળા ફૂલ પણ ભગવાનને અર્પણ કરવા જોઈએ.
व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें
Please Share This News By Pressing Whatsapp Button