સુરતમાં જ્વેલરી શોપને ટાર્ગેટ કરતી આંતરરાજ્ય ગેંગના સાગરીતો ઝડપાયા

સુરત જિલ્લા એલસીબી પોલીસને મોટી સફળતા મળી છે. જ્વેલરી શોપને ટાર્ગેટ કરતી આંતરરાજ્ય ગેંગના સાગરીતોને ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસે આંતર રાજ્ય ગેંગના આરોપીઓ પાસેથી 5 હથિયારો, 66 કાર્ટીઝ સહિતના મુદામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત વિગત અનુસાર, ગત 28 જાન્યુઆરી 2023ના રોજ ચલથાણ સુગર ફેક્ટરી પાસે આવેલા આદિનાથ જવેલર્સ શો રૂમની અંદર 6 જેટલા અજાણ્યા ઈસમો વારા ફરતી પ્રવેશી શો રૂમમાં શો કેસમાં મુકેલા દાગીના જોવા લાગ્યા હતા. તેમાંથી બે ઈસમોએ બેગમાંથી પિસ્તોલ કાઢી શો રૂમના માલિક તરફ તાકી દીધી હતી અને સોનાના દાગીનાની લૂંટ કરવાની કોશિશ કરતા હતા. આ દરમિયાન બુમાબુમ થતા લૂટારુંઓ ભાગી ગયા હતા. બીજી તરફ આ સમગ્ર મામલે કડોદરા જીઆઈડીસી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી.

આ બનાવમાં સુરત જિલ્લા એલસીબી પોલીસ પણ તપાસમાં જોડાઈ હતી. દરમિયાન જિલ્લા એલસીબી પોલીસની ટીમને માહિતી મળી હતી કે અહી લૂંટ કરવાની કોશિશ કરનાર આરોપી બ્રિજેશ કુમાર સિંગ છે અને તે ઉતર પ્રદેશ ખાતે ફરી રહ્યો છે. બાતમીના આધારે પોલીસની એક ટીમ ઉતર પ્રદેશ ગઇ હતી અને ત્યાંથી બ્રિજેશ કુમાર રામઆશરે સિંગને ઝડપી પાડ્યો હતો.

પોલીસે તેની ધરપકડ કરી સુરત લઇ આવી હતી અને તેની કડક પૂછપરછ કરી હતી. જેમાં જાણવા મળ્યું હતું કે અલથાણ ગામે આવેલા આદિનાથ જવેલર્સમાં હથીયાર સાથે લૂંટ કરવા જતા બુમાબુમ થતા તમામ લોકો ત્યાંથી ભાગી ગયા હતા. પ્રાણ ઘાતક હથિયારો ડીંડોલીમાં રહેતા તેના મિત્રને ત્યાં છુપાવી રાખ્યા છે. આ માહિતીના આધારે પોલીસે ડીંડોલી સ્થિત આવેલા મંગલમ પાર્ક એપાર્ટમેન્ટમાં દરોડો પાડ્યો હતો. પોલીસે અહીંથી બ્રમદેવસિંગ તિલકધારી સિંગ રાજપૂત અને તેના પુત્ર હેમંતને ઝડપી પાડ્યા હતા.

પોલીસે કબજે કરેલો મુદામાલ

  • ઓટોમેટીક પિસ્ટલ નંગ – 03, કિમંત 60,000
  • દેશી હાથ બનાવટનો તમંચો – 01, કિમંત 10,000
  • રિવોલ્વર નંગ – 01, કિમંત 25,000
  • પિસ્ટલના મેગેજીન નંગ-06, કિમંત 15,000
  • જીવતા કાર્ટીઝ નંગ- 66 , કિમંત 13,200
  • ચપ્પુ નંગ-04, કિંમત – 400
  • હેન્ડ ગેસ કટર પાનુ નંગ – 01
  • લોખંડના અણીદાર સળિયા નંગ -02
  • ગુજરાત પોલીસના લોગો વાળો યુનિફોર્મ-01 તથા પોલીસ બેલ્ટ નંગ -02 તથા પોલીસ વ્હીસલ – 01
  • અલગ અલગ નબર વાળી વાહનોની રજીસ્ટ્રેશન નબર પ્લેટો- નંગ 12
  • ડ્રીલ મશીન
  • 6 મોબાઈલ
  • એક વાન
  • 4 બાઈક

આરોપી તપાસમાં કડોદરા પોલીસ મથકમાં નોંધાયેલા ગુનાનો ભેદ ઉકેલાઈ જવા પામ્યો હતો. આ સિવાય પણ ચલથાણ ખાતે આવેલા દીપ જવેલર્સમાં પણ આરોપીઓએ લૂંટનો પ્લાન બનાવ્યો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું. તેમજ આરોપીઓ દ્વારા અગાઉ નાની મોટી લૂંટ કરી હોવાની કબુલાત કરી છે. જે દિશામાં પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.

શું હતી મોડેસ ઓપરેન્ડી
પોલીસ તપાસમાં પકડાયેલો આરોપી બ્રિજેશ કુમાર અલગ અલગ રાજ્યોમાંથી ક્રિમીનલ હિસ્ટ્રી ધરાવતા ગેંગ મેમ્બરોનો સંપર્ક કરતો હતો. તેઓને પૈસાની લાલચ આપીને આંતરરાજ્ય ગેંગ બનાવી હતી. દેશી હાથ બનાવટની પિસ્ટલ,રિવોલ્વર, તમંચા તથા તિક્ષણ હથિયાર સાથે રાખી અલગ-અલગ રાજ્યમાં આવેલા મોટા જવેલર્સના શો રૂમની રેકી કરી લૂંટ કરવાનો હતો.

7 આરોપીઓ વોન્ટેડ જાહેર

  • વિશાલ ઉર્ફે કિશન રામચંદ્ર રાવત, (રહે,ઉતર પ્રદેશ)
  • બિનય શિવરામ યાદવ (રહે,ઉતર પ્રદેશ)
  • વિશાલસિંગ ઠાકુર (રહે,ઉતર પ્રદેશ)
  • સાગર ગૌતમ ((રહે,ઉતર પ્રદેશ)
  • મુકેશ (રહે,મુંબઈ)
  • રાજેશ (રહે,મુંબઈ)
  • આલોક ( રહે મુંબઈ)

व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें

Please Share This News By Pressing Whatsapp Button



जवाब जरूर दे 

ભાણવડ નગરપાલિકામાં કોણ જીતશે ?

  • ભાજપ (47%, 8 Votes)
  • આમ આદમી પાર્ટી (35%, 6 Votes)
  • કોંગ્રેસ (18%, 3 Votes)

Total Voters: 17

Loading ... Loading ...


Related Articles

Close
Website Design By Bootalpha.com +91 82529 92275
.