ધો.12 અને ગ્રેજ્યુએશનમાં થયા હતા નાપાસ

UPSC પરીક્ષા દેશની સૌથી અઘરી પરીક્ષાઓમાંની એક છે. જેમાં ઉમેદવારોએ સફળતા મેળવવા મહેનત કરવી પડે છે. આજે અમે તમને એક એવા IAS ઓફિસરની કહાની જણાવવા જઈ રહ્યા છીએ જેઓ એક સમયે ગ્રેજ્યુએશનમાં ઘણા વિષયોમાં નાપાસ થયા હતા. પરંતુ તેમણે હાર ન માની અને UPSCમાં 48મો રેન્ક મેળવીને બધાને ચોંકાવી દીધા.

અમે IAS ઓફિસર અનુરાગ કુમાર વિશે વાત કરી રહ્યા છીએ. IAS અનુરાગ કુમારે પોતાની મહેનતના આધારે બે વખત UPSC પરીક્ષા પાસ કરી છે. વર્ષ 2018માં તેઓ 48મો રેન્ક મેળવીને IAS ઓફિસર બન્યા.

ધો.10માં આવ્યા હતા 90%
બિહારના કટિહાર જિલ્લાના રહેવાસી અનુરાગ કુમારે આઠમા ધોરણ સુધીનો અભ્યાસ હિન્દી મીડિયમમાં કર્યો હતો. જેના પછી તેમનું અંગ્રેજી માધ્યમમાં એડમિશન કરવામાં આવ્યું અને આ દરમિયાન તેમને ઘણી સમસ્યાઓ આવી. તેમણે ધોરણ 10 માટે ખૂબ જ મહેનત કરી અને તેમાં 90% માર્ક્સ મેળવ્યા હતા.

કોલેજમાં ઘણા વિષયોમાં થયા નાપાસ
તો ધોરણ 12માં તેઓ મેથ્સની પ્રી બોર્ડની પરીક્ષામાં નાપાસ થયા હતા. તેમણે ત્યાર બાદ એક અલગ ઉત્સાહ સાથે તૈયારી કરી અને 90 ટકાથી વધુ માર્ક્સ મેળવ્યા. આ પછી તેમને દિલ્હીની શ્રી રામ કોલેજ ઓફ કોમર્સમાં એડમિશન મળ્યું. અનુરાગના જીવનનો આ એક એવો તબક્કો હતો જ્યારે તેઓ એક નાનકડા શહેરમાંથી દેશની રાજધાનીમાં આવ્યા હતા, અહીં તેમનું મન ભણવામાં જરા પણ નહોતું લાગતું. તેઓ મોજ મસ્તીમાં જીવવા લાગ્યા. પરિણામ એ આવ્યું કે તેઓ તેમના ગ્રેજ્યુએશનમાં ઘણા વિષયોમાં નાપાસ થયા. ત્યાર બાદ જ્યારે તેમને ઘરેથી ઠપકો મળ્યો ત્યારે તેમણે કોઈક રીતે પોતાનું ગ્રેજ્યુએશન પૂરું કર્યું અને પોસ્ટ ગ્રેજ્યુએશનમાં એડમિશન લઈ લીધું.

સતત બે વાર પાસ કરી UPSC પરીક્ષા
અનુરાગ કુમારે તેમની આ નિષ્ફળતાથી બહુ મોટો પાઠ શીખ્યો. તેથી તેઓ સુધરી ગયા અને ફરીથી અભ્યાસ પર ધ્યાન આપવા લાગ્યા. પોસ્ટ ગ્રેજ્યુએશનના દરમિયાન તેમણે UPSC પરીક્ષા માટે તૈયારી કરવાનું નક્કી કર્યું. જ્યારે તેમનો પીજીનો અભ્યાસ પૂર્ણ થયો, ત્યારે તેમણે સખત મહેનત સાથે UPSCની તૈયારી શરૂ કરી દીધી. તેમના પહેલા જ પ્રયાસમાં અનુરાગ કુમાર વર્ષ 2017માં પસંદ સિલેક્ટ થઈ ગયા.

વર્ષ 2018માં મેળવ્યો 48મો રેન્ક
અનુરાગનો રેન્ક 677 હતા, પરંતુ તેમને IAS બનવું હતું, તેથી તેઓ આ રેન્ક સાથે મળેલી પોસ્ટથી સંતુષ્ટ ન હતા અને ફરીથી તેમણે તૈયારી શરૂ કરી દીધી. તેમણે આગામી વર્ષે 2018માં UPSC CSE પરીક્ષામાં ઓલ ઈન્ડિયા રેન્ક 48મો મેળવ્યો. આ રીતે કુમાર અનુરાગનું IAS બનવાનું સપનું પૂરું થયું. અનુરાગ કુમારને બિહાર કૈડર મળી છે, તેઓ હાલમાં બેતિયા જિલ્લામાં સહાયક જિલ્લા અધિકારી તરીકે પોસ્ટેડ છે.

व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें

Please Share This News By Pressing Whatsapp Button



जवाब जरूर दे 

ભાણવડ નગરપાલિકામાં કોણ જીતશે ?

  • ભાજપ (47%, 8 Votes)
  • આમ આદમી પાર્ટી (35%, 6 Votes)
  • કોંગ્રેસ (18%, 3 Votes)

Total Voters: 17

Loading ... Loading ...


Related Articles

Close
Website Design By Bootalpha.com +91 82529 92275
.