
માતાએ બાળકને ઝાડી ઝાંખરામાં તરછોડ્યું
પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના હાસાપૂર ગામના તળાવ પાસેથી માત્ર 12 દિવસના નવજાત શિશુને બેરહેમ માતા દ્વારા ઝાડી ઝાંખરામાં ત્યજી દેવામાં આવ્યું હોવાનો કિસ્સો સામે આવ્યો હતો. ત્યજી દેવામાં આવેલ નવજાત શિશુનો રડવાનો અવાજ સાંભળી આસપાસના લોકો ઘટના સ્થળે પહોચ્યાં હતા અને તાત્કાલિક ઇમર્જન્સી સેવા 108 એમ્બ્યુલન્સને જાણ કરતા તેઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને ત્યજી દેવામાં આવેલ નવજાત શિશુનો કબ્જો લઇ નવજાત શિશુને સારવાર અર્થે શહેરા રેફલર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યું હતું.
માતા અસ્થિર મગજની હોવાનું જાણ થયું
બાળકની તબિયત સારી હોવાથી નર્સ દ્વારા તેની સારસંભાળ રાખવામા આવી રહી છે. રેફરલ હોસ્પિટલના ડોક્ટર દ્વારા પોલીસને સમગ્ર બનાવવાની જાણ કરવામાં આવતા શહેરા પોલીસે આ નવજાત શિશુને ત્યજીને ફરાર થઇ ગયેલ માતાને શોધખોળ કરવાના ચક્રો ગતિમાન કર્યા હતા. પોલીસ તપાસમાં બાળકની માતા ભદ્રાલા ગામની હોય અને અસ્થિર મગજની હોવાનુ બહાર આવ્યું હતી જાણવા મળેલ હતું.
પિતાને જાણ થતા હોસ્પિટલ પહોંચ્યાં
સમગ્ર મામલે પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર રાહુલ રાજપૂતે જણાવ્યું હતું કે, ત્યજી દેવામાં આવેલ આ બાળક ભદ્રાલા ગામના પગી ફળિયામાં રહેતા ભીમા ભાઇ પગીનું બાળક છે અને બાળકની માતા મનીષા બેન અસ્થિર મગજની હોવાથી તેમને બાળકને આ રીતે મુકી દીધુ હતું. બાળકના પિતાને જાણ થતાં ભીમાભાઇ અને તેમનો પરીવાર રેફરલ હોસ્પિટલ ખાતે બાળકને લેવા માટે આવ્યા હતા. જોકે હજુ પણ બાળકની માતા મનીષા મળી આવી નથી.
व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें
Please Share This News By Pressing Whatsapp Button