ખેતરની પાણીની કુંડીમાં ઝેરી દવા નાંખી પાકને નુકસાની કરનારી ટુકડી

માણાવદર નજીકના નરેડી ગામના 4 ખેડુતોએ વંથલી પો.સ્ટેશનમાં સનસનાટી ભરી લેખિત ફરિયાદ કરી છે. કોઈ ટુકડી દ્વારા ઉભા પાકને નુકસાન કરવા પાણીની કુંડીમાં ઝેરી દવા નાખી દેવામાં આવે છે. માણાવદર નજીકના નરેડી ગામના ખેડુતો ભરતભાઈ મહોનભાઈ રાબડિયા, અશોકભાઈ લખમણભાઈ વઘાસિયા, અશ્ર્વિનભાઈ શામજીભાઈ બરવાડિયા, સાગર ધીરુભાઈ વઘાસિયા, તમામ ખેતીની જમીન ધરાવે છે. ખેતીમાં હાલ જીરૂ તથા ચણાનું વાવેતર કરેલ છે.

પાક ઉછેર માટે દવા છાંટતા હોઈએ છીએ આ વખતે સમયાંતરે 20 દિવસમાં પાક સુકાઈ અને બરબાદ થઈ ગયેલ સદર હું છંટકાવ માટે પાણીની કુંડી ખેતરે હોય તેનો પાણી માટે ઉપયોગ કરીએ છીએ. આ પાણીની કુંડીમાં અજાણ્યા શખસો દ્વારા ઝેરી દવા નાખી પાણીને દુષિત કરેલ જેથી અમારા પાકને નુકસાની થઈ છે. તપાસ કરતા જણાવેલ છે.

ખેડૂતોએ લખ્યો પત્ર
આ ચારેય ખેડુતોની 60 વીઘા જમીનના પાકને નુકસાન થઈ છે. જે રૂ. 35 લાખ જેટલી નાણાકીય નુકસાની થયેલ છે. તાકિદે આવા કૃત્ય કરનારા સામે કાર્યવાહી કરવા માંગ છે. ખેડુતોને આક્રંદ અમને બચાવો હવે અમે શું કરશું? આજીવીકા શું થશે? તે પ્રશ્ર્ન ઉભો થયો છે. આવુ હિન કૃત્ય કરનારા કોણ જો આવુ બીજા ખેડુતો ઉપર થશે તેવો ખોફ ખેડુતો કરી રહ્યા છે. આ શોધવું જરૂરી છે. નહિતો કોઈ ખેડુતોને આપઘાત કરવાનો વારો આવશે કેમ કે આજીવીકા ઉપર જ બધુ હોય છે. કર્જ થશે તો શું થશે.

व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें

Please Share This News By Pressing Whatsapp Buttonजवाब जरूर दे 

ભાણવડ નગરપાલિકામાં કોણ જીતશે ?

  • ભાજપ (47%, 8 Votes)
  • આમ આદમી પાર્ટી (35%, 6 Votes)
  • કોંગ્રેસ (18%, 3 Votes)

Total Voters: 17

Loading ... Loading ...


Related Articles

Close
Website Design By Bootalpha.com +91 82529 92275
.