અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર અકસ્માત

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે ફરી એકવાર રક્તરંજિત થયો છે. આજે વહેલી સવારે એક્સપ્રેસ હાઈવે પર ઉભેલી ટ્રક પાછળ ઇકો કાર ઘૂસી ગઇ હતી. જેમાં ત્રણ યુવકોના મોત નીપજ્યાં હતા. અકસ્માત અંગે જાણ થતાં આસપાસના લોકો અને ખંભોળજ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે મૃતદેહોને પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. અકસ્માતના પગલે થોડો સમય ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઇ હતી.

બનાવની પ્રાપ્ત વિગત અનુસાર, અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પર આણંદ પાસે એક ટ્રક ઉભી હતી. વહેલી સવારનો સમય હોય ઇકો ચાલકને આ ટ્રક દેખાઈ ન હતી અને ઇકો ધડાકાભેર બંધ ટ્રકની પાછળ ઘૂસી ગઇ હતી. અકસ્માત થયાનો અવાજ સંભાળાતા લોકો અને ત્યાંથી પસાર થતા વાહન ચાલકો એકઠા થયા હતા અને ઇજાગ્રસ્તોને હોસ્પિટલ મોકલવાની કાર્યવાહી હાથ ધરી હતી. બનાવ અંગે ખંભોળજ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.

બંધ ટ્રકની પાછળ ઇકો ઘૂસી જતાં અકસ્માતમાં કારમાં સવાર ત્રણ યુવકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતા. પ્રાથમિક વિગત અનુસાર મૃતકો ડાકોર ગામના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. તેઓ વડોદરા માલિકને મુકીને પરત ડાકોર આવી રહ્યાં હતા એ સમયે આ અકસ્માત થયો હતો. ત્રણ યુવકોના મોતથી પરિવારમાં શોકનો માહોલ છે. ખંભોળજ પોલીસે ટ્રક ચાલક વિરુદ્ઘ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें

Please Share This News By Pressing Whatsapp Button



जवाब जरूर दे 

ભાણવડ નગરપાલિકામાં કોણ જીતશે ?

  • ભાજપ (47%, 8 Votes)
  • આમ આદમી પાર્ટી (35%, 6 Votes)
  • કોંગ્રેસ (18%, 3 Votes)

Total Voters: 17

Loading ... Loading ...


Related Articles

Close
Website Design By Bootalpha.com +91 82529 92275
.