
આશ્રમના નામે સાયબર માફિયાઓએ NRI સાથે દોઢ લાખ રૂપિયાની છેતરપીંડી આચરી
ટેક્નોલોજીનો વ્યાપ વધવાની સાથે ગુનાખોરીનો વ્યાપ પણ ઝડપથી વધી રહ્યો છે. સાયબર માફિયાઓ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને અવનવી તરકીબોથી લોકોને છેતરી લાખો રૂપિયાની છેતરપિંડી આચરી રહ્યા હોવાના કિસ્સા અવારનવાર સામે આવે છે ત્યારે એક વધુ કિસ્સો સામે આવ્યો છે. યોગ ઉપચારના નામે શહેરના એક એનઆરઆઇ પરીવાર પાસેથી ઠગ સાયબર માફિયાએ દોઢ લાખ રૂપિયાની છેતરપીંડી કરી હોવાની ફરિયાદ સાયબર ક્રાઈમ પોલીસ મથકે નોંધાવવામાં આવી છે.
Vadodara Local News: ટેક્નોલોજીનો વ્યાપ વધવાની સાથે ગુનાખોરીનો વ્યાપ પણ ઝડપથી વધી રહ્યો છે. સાયબર માફિયાઓ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને અવનવી તરકીબોથી લોકોને છેતરી લાખો રૂપિયાની છેતરપિંડી આચરી રહ્યા હોવાના કિસ્સા અવારનવાર સામે આવે છે ત્યારે એક વધુ કિસ્સો સામે આવ્યો છે. યોગ ઉપચારના નામે શહેરના એક એનઆરઆઇ પરીવાર પાસેથી ઠગ સાયબર માફિયાએ દોઢ લાખ રૂપિયાની છેતરપીંડી કરી હોવાની ફરિયાદ સાયબર ક્રાઈમ પોલીસ મથકે નોંધાવવામાં આવી છે.
કેનેડા ખાતે સ્થાયી થયેલા અને શહેરના નિઝામપુરા વિસ્તારમાં રહેતા મયંકભાઈ પટેલને મિત્ર સાથે આયુર્વેદિક ઉપચાર માટે બાબા રામદેવ પતંજલિ યોગ આશ્રમ ખાતે એક સપ્તાહ માટે જવાની ઈચ્છા હોવાથી તેમને શહેરમાં આવેલ પતંજલિના સ્ટોર ઉપર આ અર્થે તપાસ કરવા ગયા હતા પરંતુ સ્થાનિક પતંજલિ સ્ટોર ઉપર આ અંગેની કોઈ માહિતીના મળતા મયંક ભાઈએ માહિતી મેળવા માટે ઇન્ટરનેટ ઉપર ઓનલાઈન સર્ચ કરતા બાબા રામદેવ અને બાલકૃષ્ણના ફોટા સાથે પતંજલિ યોગ આશ્રમ ટ્રસ્ટની વેબસાઇટ મળી આવી હતી
મયંક ભાઈએ ઇન્ટરનેટ ઉપર ઓનલાઈન સર્ચ કરતા મળી આવેલ પતંજલિ યોગ આશ્રમ ટ્રસ્ટની વેબસાઇટ પર ફોર્મ ભરી સરનામું અને ફોન નંબર આપી બુકિંગ કરાવતા થોડીવારમાં જ મયંક ભાઈને એક ફોન આવ્યો હતો અને ગઠીયાએ પોતા પતંજલિ યોગ આશ્રમમાંથી વાત કરતો હોવાનું જાણાવી યોગ આશ્રમમાં સારવાર અને રહેવા ખાવા સાથે 4 સભ્યોના દોઢ લાખ રૂપિયા થશે તેમ જણાવી ઠગે બેંક એકાઉન્ટની વિગતો આપી હતી.
ઠગ પર વિશ્વાસ કરી મયંક ભાઈએ ઠગે આપેલ કોટક મહિન્દ્રા બેંકના ખાતામાં દોઢ લાખની રકમ ટ્રાન્સફર કરી દીધી હતી. સાયબર માફિયાએ મયંક ભાઈ પાસે થી વધુ રૂપિયા પડાવા ફરીથી ફોનથી કરતા મયંકભાઈને શંકા ગઈ હતી. મયંકભાઇએ તાત્કાલિક સ્થાનિક પતંજલિ સ્ટોર ઉપર જઈ હરિદ્વાર યોગ આશ્રમનો ફોન નંબર મેળવી ફોન કરતાં તેમનું કોઈ બુકિંગ થયું ન હતું કે ઠગે આપેલ ખાતા નંબર પતંજલિ યોગ આશ્રમનો નહિ હોવાનું સામે આવ્યું હતું. સાયબર માફિયાનો ભોગ બનેલ મયંકભાઈએ આ અંગે સાયબર ક્રાઈમમાં પતંજલિ યોગ આશ્રમના નામે દોઢ લાખની ઠગાઈ કરનાર ઠગ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી.
व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें
Please Share This News By Pressing Whatsapp Button