
દુબઈથી સાડા ત્રણ કિલો સોનાના કડા પહેરીને અમદાવાદ એરપોર્ટ આવેલા પેસેન્જરની ધરપકડ
અમદાવાદ આંતરરાષ્ટ્રિય એરપોર્ટ પર દુબઈની ફ્લાઈટમાં આવેલા એક પેસેન્જર પાસેથી 2 કરોડની કિંમતના 3 કિલો 498 ગ્રામ સોનાના કડા પહેરીને આવેલા એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે. પૂછપરછ કરતા શખ્સે એરપોર્ટ પાર્કિગમાં કામ કરતા અનિલ પટેલ માટે આ સોનું લાવ્યા તેમ જણાવ્યું હતું. જેથી કસ્ટમ વિભાગે તેમને પણ ઝડપી પાડ્યા હતા. બંનેને હાલ સાબરમતી જેલ ભેગા કરવામાં આવ્યા છે.
અમદાવાદા સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઈન્ડિગોની ફ્લાઈટમાં ધવલ સુરેન્દ્રકુમાર પટેલ આવ્યો હતો. શંકાસ્પદ ગતિવિધિ કરતા AIUના અધિકારીએ તેમને પૂછ્યું હતું કે શું તેમની પાસે કસ્ટમ્સને જાહેર કરવા માટે કઇ છે, જેના જવાબમાાં ધવલે ઈનકાર કર્યો હતો. તપાસ કરતા ધવલે સ્વિકાર્યુ હતું કે તેના બંન્ને હાથ પર પાંચ પાંચ સોનાના કડા પહેરેલા છે અને તેની ઉપર ટી શર્ટ અને જેકેટ પહેરીને છુપાવી લાવ્યો છે.
કસ્ટમ વિભાગે પૂછપરછ કરતા બહાર આવ્યું કે અમદાવાદ એરપોર્ટ પર પાર્કિગમાં કામ કરતા અનિલ પટેલ પણ આમા સંડોવાયેલા છે. કસ્ટમ વિભાગે તેમની પણ ધરપકડ કરી છે.
તેમણે કસ્ટમ વિભાગ સમક્ષ કબૂલાત કરી હતી કે કિડની ટ્રાન્સપ્લાન્ટેશન માટે તેમને 70થી 80 લાખની તાત્કાલિક જરુર હતી તેથી આ સોનુ લાવ્યા હતા.
व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें
Please Share This News By Pressing Whatsapp Button