
ભારતીય મ્યૂઝિક કમ્પોઝર રિકી કેજે ત્રીજી વખત ગ્રેમી એવોર્ડ જીત્યો
ભારતીય મ્યૂઝિક કમ્પોઝર રિકી કેજે વધુ એક ગ્રેમી એવોર્ડ જીતીને ભારતનું નામ રોશન કર્યું છે. 65મા ગ્રેમી એવોર્ડ્સમાં કેજે તેના આલ્બમ ‘ડિવાઈન ટાઈડ્સ’ માટે રોક લિજેન્ડ સ્ટુઅર્ટ કોપલેન્ડ સાથે બેસ્ટ ઇમર્સિવ આલ્બમનો જીત્યો છે. કેજનો આ સતત બીજો ગ્રેમી એવોર્ડ છે.
અમેરિકન મૂળના સંગીતકારે પ્રખ્યાત બ્રિટિશ રોક બેન્ડ ‘ધ પોલીસ’ના ડ્રમર સ્ટુઅર્ટ કોપલેન્ડ સાથે આ એવોર્ડ શેર કર્યો હતો. સ્ટુઅર્ટ કોપલેન્ડે આ આલ્બમમાં રિકી સાથે સહયોગ કર્યો હતો. 65મા ગ્રેમી એવોર્ડ્સમાં બંનેએ બેસ્ટ ઇમર્સિવ ઓડિયો આલ્બમ કેટેગરીમાં ગ્રામોફોન ટ્રોફી જીતી છે.
રિકી કેજે પોતાના ટ્વિટર પર આ ખુશી દરેક સાથે શેર કરતા કેટલીક તસવીરો પણ શેર કરી છે. જેમાં તે પોતાના હાથમાં એવોર્ડ પકડેલો જોવા મળી રહ્યો છે. આ પોસ્ટ શેર કરતાં રિકીએ કેપ્શનમાં લખ્યું કે, મેં હમણાં જ ત્રીજો ગ્રેમી એવોર્ડ જીત્યો છે. હું ખૂબ આભારી છું, સ્પીચલેસ છું! હું આ એવોર્ડ ભારતને સમર્પિત કરું છું.
જાણીતા મ્યૂઝિક કમ્પોઝર રિકી કેજે વર્ષ 2015માં તેના આલ્બમ ‘વિન્ડ્સ ઓફ સંસાર’ માટે પ્રથમ વખત આ એવોર્ડ જીત્યો હતો. 2015 માં આ સન્માન મેળવ્યા પછી રિકીને ફરી એકવાર વર્ષ 2022માં ‘ડિવાઇન ટાઇડ્સ’ આલ્બમ માટે ‘બેસ્ટ ન્યૂ એજ આલ્બમ’ની કેટેગરીમાં સ્ટુઅર્ટ કોપલેન્ડ સાથે ગ્રેમી એવોર્ડ મળ્યો હતો.
રિકી કેજ એક પ્રખ્યાત ભારતીય મ્યૂઝિક કમ્પોઝર છે. તેમણે યુનાઈટેડ નેશન્સ (UN) હેડક્વાર્ટર સહિત ઘણા પ્રતિષ્ઠિત સ્થાનો પર પ્રદર્શન કર્યું છે. મળતી માહિતી અનુસાર, રિકીએ વિશ્વના 20 થી વધુ દેશોમાં કુલ 100 એવોર્ડ જીત્યા છે. તેમના કામ માટે તેમને યુનાઈટેડ નેશન્સ ગ્લોબલ હ્યુમેનિટેરિયન આર્ટિસ્ટ અને યુથ આઈકન ઑફ ઈન્ડિયાથી પણ નામાંકિત કરવામાં આવ્યા છે. વર્ષ 2021માં રિલીઝ થયેલા તેના લોકપ્રિય આલ્બમ ‘ડિવાઇન ટાઈડ્સ’માં નવ ગીતો અને આઠ મ્યુઝિક વીડિયોનો સમાવેશ થાય છે.
व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें
Please Share This News By Pressing Whatsapp Button