મનપાએ ચાલુ વર્ષે રેવન્યુ આવકમાં રૂપિયા 390 કરોડનો વધારો કર્યો

પાલિકા કમિશનર શાલિની અગવાલે રેવન્યૂ આવક પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરી રોજરોજ મોનિટરિંગ શરૂ કરતા પાલિકાની આવકમાં ગયા વર્ષની સરખામણીમાં 390 કરોડનો તોતિંગ વધારો નોંધાયો છે. મિલકતવેરા અને પેઇડ એફએસઆઇની આવકમાં આ પ્રકારે વૃદ્ધિ થતી રહી તો માર્ચ સુધીમાં પાલિકાની આવક ગયા વર્ષ કરતાં 550 કરોડ વધુ રહેશે. આગામી બે મહિનામાં દરેક ઝોનમાં સધન વેરા વસૂલાત અભિયાન હાથ ધરાશે તથા મોટા ડિફોલ્ટર પાસેથી વેરા વસૂલાત માટે ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવશે.

જકાત નાબૂદી બાદ પાલિકા વિકાસકામો સાકાર કરવા માટે રાજ્ય સરકારની ગ્રાન્ટ પર નિર્ભર છે. શહેરમાં ચાલી રહેલા વિકાસકામોને સાકાર કરવા માટે પાલિકાએ આવકના સ્તોત્ર વધારવા ખાસ અભિયાન હાથ ધર્યુ છે. પાલિકા કમિશનર તરીકે ચાર્જ લીધા બાદ શાલિની અગ્રવાલે આવકમાં વધારો, વિકાસકામો પાછળ થતા ખર્ચમાં વધારો તથા મહેકમ અને નિભાવ ખર્ચમાં ઘટાડો કરવા ખાસ ભાર મૂક્યો છે. છેલ્લા કેટલાક મહિનાઓથી ચાલી રહેલા પ્રયાસોને કારણે ચાલુ નાણાકીય વર્ષમાં પાલિકાની વિવિધ આવકોમાં તોતિંગ વધારો નોંધાયો છે.

પાલિકાએ ચાલુ નાણાકીય વર્ષમાં મિલકતવેરાની આવકમાં ગયા વર્ષ કરતા રૂ. 185 કરોડની વધારે આવક પ્રાપ્ત કરી છે. વ્યવસાય વેરાની આવકમાં ગયા વર્ષ કરતા રૂ. 13 કરોડની વધુ વસૂલાત કરવામાં આવી છે. વાહનવેરાની આવકમાં ગયા વર્ષ કરતા રૂ. 31 કરોડ, સ્મીમેર મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીઓની ફ્રીની આવકમાં રૂ.18 કરોડ, પેઇડ એફએસઆઇની આવકમાં રૂ. 108 કરોડ તથા અન્ય આવકમાં રૂ. 35 કરોડની વૃદ્ધિ હાસીલ કરી છે. આગામી બે મહિનામાં મિલકતવેરા અને પેઇડ એફએસઆઇની આવકમાં આ પ્રકારે વૃદ્ધિ ચાલુ રહી તો 31મી માર્ચ સુધીમાં ગયા વર્ષની સરખામણીમાં રૂ. 550 કરોડની રેકોર્ડબ્રેક વધુ આવક પ્રાપ્ત થશે.

ટોચના 100 ડિફોલ્ટરની યાદી બનાવી સઘન વસૂલાત
પાલિકાના ઇતિહાસમાં પહેલી વખત ઝોનલ ચીફની જવાબદારી નક્કી કરી છે. વેરા વસુલાત કામગીરી ફક્ત આસિ. કમિશનર પૂરતી સમિતિ નહી રહે અને ઝોનલ ચીફ પણ તેમાં રસ લઇ કામગીરી કરે તે માટે સમયાંતરે મિટિંગ કરી વેરા વસૂલાતની સમીક્ષા કરવામાં આવી હતી. ઝોનવાઇઝ ટોચના 100 ડિફોલ્ટરની યાદી તૈયાર કરી નોટિસ અને સીલિંગ સહિતની કડક કાર્યવાહી કરવામાં આવતા વેરા વસુલાતમાં વધારો નોંધાયો છે. વોર્ડવાઇઝ આવકની વિગત મેળવી નબળી આવક ધરાવતા વોર્ડને અલગ તારવી ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. ચાર મહિના પહેલા પાલિકા દ્વારા દર મહિને સવા કરોડની વેરા વસુલાત મેળવવામાં આવતી હતી જ્યારે અત્યારે રોજ પાંચ કરોડથી વધુની આવક મેળવવામાં આવે છે.

ગયા વર્ષની સરખામણીમાં આવકનો વધારો

આવકના સ્તોત્ર 2021-22 2022-23 તફાવત
મિલકત વેરા 903 કરોડ 1088 કરોડ 185 કરોડ
વ્યવસાય વેરા 188 કરોડ 131 કરોડ 13 કરોડ
વાહન વેરો 74 કરોડ 105 કરોડ 31 કરોડ
પેઇડ એફ.એસ.આઈ. 398 કરોડ 506 કરોડ 108 કરોડ
સ્મીમેરની ફી 102 કરોડ 120 કરોડ 18 કરોડ
અન્ય આવક 960 કરોડ 995 કરોડ 35 કરોડ
કુલ 2560 કરોડ 2950 કરોડ 390 કરોડ

व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें

Please Share This News By Pressing Whatsapp Buttonजवाब जरूर दे 

ભાણવડ નગરપાલિકામાં કોણ જીતશે ?

  • ભાજપ (47%, 8 Votes)
  • આમ આદમી પાર્ટી (35%, 6 Votes)
  • કોંગ્રેસ (18%, 3 Votes)

Total Voters: 17

Loading ... Loading ...


Related Articles

Close
Website Design By Bootalpha.com +91 82529 92275
.