આજે યોજાશે મહેંદી સેરેમની

સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી 6 ફેબ્રુઆરીના રોજ લગ્નના બંધનમાં બંધાશે. રાજસ્થાનના જેસલમેરના સૂર્યગઢ પેલેસમાં પ્રી-વેડિંગ ફંક્શન શરૂ થઈ ગયા છે.

સિદ્ધાર્થ અને કિયારાના લગ્નમાં પરિવાર સિવાય માત્ર નજીકના મિત્રો જ સામેલ થશે. મળતી માહિતી મુજબ, લગ્નમાં માત્ર 100-150 લોકો જ હાજરી આપશે. કિયારા ફેશન ડિઝાઇનર મનીષ મલ્હોત્રા સાથે જેસલમેર પહોંચી હતી. કરણ જોહર, શાહિદ કપૂર, મીરા રાજપૂત, વરુણ ધવન, નતાશા દલાલ અને કિયારાની મિત્ર ઈશા અંબાણી લગ્નમાં હાજરી આપે તેવા સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે. આ લગ્નમાં કિયારા અડવાણીનો કો-સ્ટાર રામચરણ પણ સામેલ થઇ શકે છે. આ બંને ફિલ્મ ‘RC 15’ માં જોવા મળશે. સિદ્ધાર્થ મલ્હોત્રાની આગામી વેબ સિરીઝ ‘ઈન્ડિયન પોલીસ ફોર્સ’ ના નિર્દેશક રોહિત શેટ્ટી પણ લગ્નમાં હાજરી આપશે.

સિદ્ધાર્થ અને કિયારાના લગ્નના પ્રી-વેડિંગ ફંક્શન શરૂ થઈ રહ્યા છે. પ્રખ્યાત મહેંદી કલાકાર વીણા નાગડા પહેલા જ રાજસ્થાન પહોંચી ગઈ હતી અને આજે તે કિયારાના હાથ પર મહેંદી લગાવશે. રિપોર્ટ્સ પ્રમાણે, બંનેના લગ્ન પંજાબી રીતિ-રિવાજથી થશે.

બોલિવૂડ એક્ટર સિદ્ધાર્થ મલ્હોત્રા અને અભિનેત્રી કિયારા અડવાણી આવતીકાલે એટલે કે 6 ફેબ્રુઆરીએ લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. શનિવારે બંને પોતાના પરિવાર અને મિત્રો સાથે રાજસ્થાનના જેસલમેર પહોંચી ગયા છે. બંનેના લગ્ન માટે સૂર્યગઢ પેલેસને દુલ્હનની રીતે શણગારવામાં આવ્યો છે.

રિપોર્ટ્સ પ્રમાણે, સૂર્યાગઢ પેલેસમાં જોરદાર સંગીત સમારોહ યોજાશે. બંને પરિવારો વચ્ચે ફ્રેન્ડલી ડાંસ-ઓફ હશે. આ સાથે જ કપલ પરફોર્મન્સ પણ હશે. મળતી માહિતી પ્રમાણે, સિદ્ધાર્થ અને કિયારા સંગીત સમારોહમાં ‘કાલા ચશ્મા’, ‘બિજલી’, ‘રંગસારી’, ‘ડિસ્કો દિવાને’ અને ‘નચને દે સારે’ જેવા ગીતો પર ડાન્સ કરતા જોવા મળશે.

સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીએ ફિલ્મ ‘શેરશાહ’માં સાથે કામ કર્યું હતું. ત્યારથી જ આ બંને પ્રેમમાં છે. ઘણી વાર બંને સાથે જોવા મળ્યા છે.

व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें

Please Share This News By Pressing Whatsapp Buttonजवाब जरूर दे 

ભાણવડ નગરપાલિકામાં કોણ જીતશે ?

  • ભાજપ (47%, 8 Votes)
  • આમ આદમી પાર્ટી (35%, 6 Votes)
  • કોંગ્રેસ (18%, 3 Votes)

Total Voters: 17

Loading ... Loading ...


Related Articles

Close
Website Design By Bootalpha.com +91 82529 92275
.