
પત્નીએ મિત્ર સાથે મળીને પતિને જીવતો સળગાવી દીધો
લાખણીના નાલંદા ગામના ખેતરમાં 31 જાન્યુઆરીએ બળી ગયેલી હાલતમાં એક મૃતદેહ મળ્યો હતો. આ મામલે પોલીસે તપાસ હાથ ધરી હતી. તે હત્યાનો ભેદ અત્યારે ઉકેલાયો છે. પોતાની પત્નીએ જ તેના મિત્ર સાથે મળીને યુવાનને સળગાવી દીધો હતો. પોલીસે બંનેની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે.
દિયોદરના નોખા ગામના પ્રેમાભાઈ નાનજીભાઈ પટેલ નાલંદા ગામે પીરાભાઈ પટેલના વાડામાં સબમર્સીબલ પંપ રિપેરિંગ કરવાનું કામ કરતા હતા. મૃતક પ્રેમાભાઈએ વર્ષ 2011માં રાજસ્થાનની યુવતી પૂનમબેન સાથે પ્રેમ લગ્ન કર્યાં હતાં. બંનેને સંતાનમાં 2 બાળકો પણ છે.
પ્રેમાભાઈના પત્ની પૂનમબેનને થરાદના રાહ ગામના દેવાભાઈ સાથે મિત્રતા હતી. આ બંને જણાં ભેગાં મળીને પ્રેમાભાઈને ખૂબ ધમકીઓ આપતાં હતાં. અને 31 જાન્યુઆરીએ વાડામાં તેમનો મૃતદેહ મળી આવ્યો હતો. વાડાના માલિકે પરિવાર તેમજ પોલીસને જાણ કરી હતી.
પોલીસે તપાસ કરી બંને આરોપીને ઝડપી પાડ્યા છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें
Please Share This News By Pressing Whatsapp Button