ભાદરણ રોડ પર સ્કૂલ બસ પલટી

બોરસદ-ભાદરણ રોડ પર સ્કૂલ બસ પલટી મારી ગઇ હતી. બસ પલટતાં 4 જેટલા બાળકોને ઇજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. બસ પલટી મારી હોવાની જાણ થતાં આસપાસના લોકો દોડીને આવ્યા હતા અને બસમાંથી બાળકોને સલામત બહાર કાઢવામાં આવ્યા હતા અને 108ને જાણ કરી ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવાની કાર્યવાહી હાથ ધરી હતી

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર, આજે વહેલી સવારે બોરસદની બોરસદ પી. ચંદ્ર સ્કૂલની બસ બાળકોને લઈને બોરસદ ભાદરણ માર્ગ પરથી શાળા જવા રવાના થઇ રહી હતી. તે સમયે સ્કૂલ બસના ચાલકે અચાનક સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા સ્કૂલ બસ બાજુમાં આવેલા ખેતરમાં પલટી મારી ગઈ હતી. અકસ્માતના પગલે બસમાં સવાર માસુમ વિધાર્થીઓ ગભરાઈ ગયા હતા. બાળકોની ચિચિયારી પગલે આસપાસથી લોકટોળા દોડી આવ્યા હતા. બચાવ કામગિરી હાથધરી હતી. અકસ્માતમાં બસમાં સવાર 4 જેટલા બાળકોને ઇજાગ્રસ્ત થયા હતા. ઇજાગ્રસ્ત બાળકોને 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવા દ્વારા નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.

સ્કૂલ બસ અકસ્માતમાં પલ્ટી મારી ગઈ હોવાની ખબર સ્કૂલ સંચાલકો અને વાલીઓને મળતા તેમના ધબકારા એક ક્ષણ માટે થભી ગયા હતા. સાંભળી વાલીઓ જીવ પણ તાળવે ચોંટી ગયા હતા અને સ્કૂલ સંચાલકો અને વાલીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. જોકે સદનસીબે અકસ્માત માં કોઈ બાળકને ગંભીર ઈજા કે જાનહાની ન થઈ હોવાથી સ્કૂલ સંચાલકો અને વાલીઓએ રાહત નો શ્વાસ લીધો હતો.

व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें

Please Share This News By Pressing Whatsapp Buttonजवाब जरूर दे 

ભાણવડ નગરપાલિકામાં કોણ જીતશે ?

  • ભાજપ (47%, 8 Votes)
  • આમ આદમી પાર્ટી (35%, 6 Votes)
  • કોંગ્રેસ (18%, 3 Votes)

Total Voters: 17

Loading ... Loading ...


Related Articles

Close
Website Design By Bootalpha.com +91 82529 92275
.