
સુરતના સરથાણામાં દોડતા આઈસર ટેમ્પામાં આગ
સુરતના સરથાણા જકાતનાકા પાસે પસાર થતો આઈસર ટેમ્પામાં અચાનક આગ લાગી હતી. બનાવની જાણ ફાયર વિભાગને કરવામાં આવી હતી જેથી ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. આગની આ ઘટનામાં કેબીનનો ભાગ બળીને ખાખ થઇ ગયો હતો, જો કે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ન હતી.
ફાયર વિભાગ પાસેથી મળતી માહિતી મુજબ સરથાણા જકાતનાકા નવજીવન હોટેલ પાસેથી પસાર થતા એક આઈસર ટેમ્પામાં કેબીનમાં શોર્ટ સર્કીટ થયા બાદ આગ ભભૂકી ઉઠી હતી. જેને લઈને ટેમ્પા ચાલકે ટેમ્પો રોડ પર જ ઉભો રાખી દીધો હતો. આગ ભભૂકી ઉઠતા અહીં અફરાતફરી મચી જવા પામી હતી. બીજી તરફ બનાવની જાણ ફાયર વિભાગને કરવામાં આવી હતી. જેથી ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. ફાયર વિભાગે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવી લીધો હતો.
વધુમાં આઈસર ટેમ્પામાં કેબીનના ભાગે શોર્ટ સર્કીટ થયા બાદ આગ લાગી હતી. જેમાં કેબીનનો ભાગ બળીને ખાખ થઇ ગયો હતો. 11.53 મિનિટે ફાયર વિભાગને કોલ મળતા ફાયર વિભાગે તાત્કાલિક ઘટના સ્થળે પહોચી આગ પર કાબુ મેળવી લેતા સૌ કોઈએ રાહતનો દમ લીધો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ન હતી.
व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें
Please Share This News By Pressing Whatsapp Button