
સિદ્ધાર્થ સાગરે ‘ધ કપિલ શર્મા શો
‘ધ કપિલ શર્મા શો’ નાના પડદા પરનો એક લોકપ્રિય કોમેડી શો છે. તે છેલ્લા ઘણા વર્ષોથી લોકોના દિલો પર રાજ કરી રહ્યો છે. હવે આ શોના ફેન્સ માટે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મળતી માહિતી મુજબ, સિદ્ધાર્થ સાગરે ‘ધ કપિલ શર્મા શો’ છોડી દીધો છે.
‘ધ કપિલ શર્મા શો’માં સિદ્ધાર્થ સાગર ‘સેલ્ફી મૌસી’ અને ‘ઉસ્તાદ ઘરચોરદાસ’ જેવા અલગ-અલગ પાત્ર ભજવીને દર્શકોનું મનોરંજન કરે છે. હવે, મળતી માહિતી મુજબ, સિદ્ધાર્થ સાગરે ‘ધ કપિલ શર્મા શો’ છોડી દીધો છે. ચાહકો સિદ્ધાર્થને તેની કોમિક ટાઇમિંગ અને કોમેડી માટે પસંદ કરે છે.
સિદ્ધાર્થ સાગર શોમાં પોતાની ફી લઇને નાખુશ હતો. મેકર્સ તેની ફી વધારવા માટે રાજી ન હતા. જેના કારણે તેને શો છોડવાનો ફેંસલો કર્યો હતો. સિદ્ધાર્થ સાગર પહેલા ભારતી સિંહ, કૃષ્ણ અભિષેક, સુનીલ ગ્રોવર, અલી અસગર, ઉપાસના સિંહ અને ચંદન પ્રભાકર પણ શો છોડી ચૂક્યા છે.
અગાઉ, શો ‘ધ કપિલ શર્મા શો’ છોડવા બાબતે કૃષ્ણ અભિષેકે કહ્યું હતું કે, મેકર્સ અને તેના વચ્ચે પૈસાને લઇને બોલાચાલી થઇ હતી. કૃષ્ણ અભિષેકે જણાવ્યું કે, તેને શોના લોકોથી કોઇ પ્રોબલેમ નથી અને ન કપિલ શર્માથી કોઇ પ્રોબલેમ છે.
व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें
Please Share This News By Pressing Whatsapp Button