પાકિસ્તાનના પૂર્વ ગૃહમંત્રી શેખ રશીદની ધરપકડ

પાકિસ્તાનના પૂર્વ ગૃહમંત્રી શેખ રશીદની ઇસ્લામાબાદ પોલીસે ધરપકડ કરી છે. શેખ રશીદ સાથે તેમના ભત્રીજા શેખ રશીદ શફીકની પણ ધરપકડ કરવામાં આવી છે. શેખ રશીદે આ અંગે દાવો કર્યો છે કે, તેમની ધરપકડ રાવલપિંડી સ્થિત તેમના ઘરેથી કરવામાં આવી છે. શેખ રશીદ મુસ્લિમ લીગના પ્રમુખ છે અને પાકિસ્તાન તબરીક એ ઇન્સાફ પાર્ટીના પ્રમુખ અને પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનની નજીક છે. ઇમરાન ખાન સરકારમાં શેખ રશીદે પાકિસ્તાનના ગૃહમંત્રી હતાં. ઉલ્લેખનીય છે કે, હાલમાં જ પોલીસે પીટીઆઈ નેતા અને ઇમરાન ખાનના નજીકના ફવાદ ચોધરીની પણ ધરપકડ કરી હતી.

પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના નેતા રાજા ઇનાયત ઉર રહેમાનની ફરિયાદ પર શેખ રશીદની ધરપકડ કરવામાં આવી છે. પીપીપી નેતાએ ઇસ્લામાબાદના આબપારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. દેમાં તેમણે કહ્યું હતું કે, શેખ રશીદે તેમના પર આરોપ લગાવ્યો છે કે, પૂર્વ રાષ્ટ્રપતિ અને પીપીપીના અધ્યક્ષ આસિફ અલી જરદારી ઇમરાન ખાનની હત્યાનું ષડયંત્ર રચી રહ્યા છે. શેખ રશીદે કહ્યું હતું કે, આસિફ જરદારીએ ભ્રષ્ટાચાર કરીને ખૂબ જ રૂપિયા કમાયા છે અને આ રૂપિયા તેમણે આતંકી સંગઠનમાં રોક્યા છે. જરદારીએ એક આતંકી સંગઠનને રૂપિયા આપીને ઇમરાન ખાનને મારી નાંખવાનું ષડયંત્ર રચ્યું છે. શેખ રશીદના નિવેદન પર પીપીપીએ આપત્તિ વ્યક્ત કરી છે.

ધરપકડ પછી શેખ રશીદને સેક્રેટરિએટ પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યો છે. શેખ રશીદે ધરપકડ પછી કહ્યું કે, ભૂલ એટલી છે કે, તે ઇમરાન ખાન સાથે ઊભા છે. શેખ રશીદે વધુમાં કહ્યું કે, અત્યારની સરકારના ગૃહણનંત્રી રાણા સનાઉલ્લાહાના કહેવાથી તેમની ધરપકડ થઈ છે.

તે પોતાના સહયોગી શેખ રશીદની ધરપકડ પર પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાને જડબાતોડ પ્રતિક્રિયા સાથે રોડ પર ઉતરવાની ધમકી આપી છે. ઇમરાન ખાને ટ્વીટ કરીને લખ્યું છે કે, શેખ રશીદની ધરપકડનો વિરોધ કરું છું. અમારા ઇતિહાસમાં ક્યારેય પણ આ પક્ષપાતપૂર્ણ કેયરટેકર સરકાર રહી નથી. સવાલ એ છે કે, શું પાકિસ્તાન હવે રોડ પ્રદર્શનનો સામનો કરી શકે છે. જ્યારે દેશ દેવાળિયો થવાની તૈયારીમાં છે. તેમણે કહ્યું કે, તેમની પાર્ટીને રોડ પર ઊતરવા માટે મજબૂર કરવામાં આવી રહી છે.

व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें

Please Share This News By Pressing Whatsapp Button



जवाब जरूर दे 

ભાણવડ નગરપાલિકામાં કોણ જીતશે ?

  • ભાજપ (47%, 8 Votes)
  • આમ આદમી પાર્ટી (35%, 6 Votes)
  • કોંગ્રેસ (18%, 3 Votes)

Total Voters: 17

Loading ... Loading ...


Related Articles

Close
Website Design By Bootalpha.com +91 82529 92275
.