
અનુભવ સિન્હાએ ફિલ્મ ‘ભીડ’ની રિલીઝ ડેટની જાહેરાત કરી
ફિલ્મ નિર્માતા અનુભવ સિન્હાએ પોતાની આગામી ફિલ્મ ‘ભીડ’ની રિલીઝ ડેટની જાહેરાત કરી છે. આ ફિલ્મ 24 માર્ચેથી સિનેમાઘરોમાં જોવા મળશે. ફિલ્મ ‘ભીડ’માં અભિનેતા રાજકુમાર રાવ અને અભિનેત્રી ભૂમિ પેડનેકર દર્શકોનું મનોરંજન કરવા માટે તૈયાર છે.
ફિલ્મ નિર્માતા અનુભવ સિન્હા ‘આર્ટિકલ 15’ અને ‘થપ્પડ’ જેવી ફિલ્મો માટે જાણીતા છે. અનુભવ સિન્હાએ પોતાની ફિલ્મ ‘ભીડ’ વિશે વાત કરતાં જણાવ્યું હતું કે, તે આપણા સમયની જટિલતાઓ અને વિરોધાભાસને બતાવશે. ‘ભીડ’ એક એવી કહાની છે જે સામાજિક અસમાનતા પર પ્રકાશ નાખે છે, જેનો દેશે સૌથી મુશ્કેલ સમયમાં સામનો કર્યો છે. આ કહાનીને જીવંત કરવી અને તેને દર્શકો સાથે શેર કરવી એ મારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ હતું.
ફિલ્મ ‘ભીડ’ની કહાની 2020માં ભારતમાં કોરોનાના સમયગાળા દરમિયાન લાદવામાં આવેલા લોકડાઉનની પૃષ્ઠભૂમિ પર આધારિત છે. આ ફિલ્મમાં રાજકુમાર રાવ, પંકજ કપૂર, ભૂમિ પેડનેકર, દિયા મિર્ઝા અને આશુતોષ રાણા જેવા ઘણા દિગ્ગજ કલાકારો મુખ્ય ભૂમિકા ભજવતા જોવા મળશે. આ સાથે વીરેન્દ્ર સક્સેના, આદિત્ય શ્રીવાસ્તવ, કૃતિકા કામરા અને કરણ પંડિત પણ ફિલ્મ ભીડમાં જોવા મળશે.
व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें
Please Share This News By Pressing Whatsapp Button