રાજકોટમાં ખેલાયો ખૂની ખેલ,8 શખ્સોએ યુવકને છરીના ઘા ઝીંકી રહેંસી નાંખ્યો

શહેરમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ સતત કથળી રહી હોય તેમ ચોરી, લૂંટફાટ, મારામારી અને હત્યાનાં બનાવો સામે આવી રહ્યા છે. ત્યારે વધુ એક હત્યાની ઘટના સામે આવી છે. જેમાં આંબેડકરનગર નજીક 80 ફૂટ રોડ પર યુવકની હત્યા થયાનું સામે આવ્યું છે. 5 જેટલા શખ્સોએ તીક્ષ્ણ હથિયારનાં ઘા ઝીંકી યુવકને મોતને ઘાટ ઉતાર્યા હોવાની જાણ થતાં પોલીસ કાફલો દોડી ગયો હતો. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.

આ અંગે જાણવા મળતી વિગત મુજબ સિદ્ધાર્થ ઉર્ફે રઘો જીવણભાઈ મકવાણા નામનો યુવક રાત્રે શહેરના આંબેડકરનગર નજીક આવેલા 80 ફૂટ રોડ પર હતો. 8 જેટલા શખ્સો આવી પહોંચ્યા હતા. સિદ્ધાર્થ સાથે બોલાચાલી કર્યા બાદ હુમલો કર્યો હતો. સિદ્ધાર્થ કંઈપણ સમજે તે પહેલાં તીક્ષ્ણ હથિયારનાં ઘા ઝીંકી દેતા તે લોહીલુહાણ હાલતમાં ફસડાઈ પડ્યો હતો.સિદ્ધાર્થ પર જીવલેણ હુમલો કરી આરોપીઓ ફરાર થઇ ગયા હતા.

યુવક પર છરી વડે હુમલો થયાની જાણ થતાં આસપાસના સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને બનાવ અંગે પોલીસ તથા 108ની ટીમને જાણ કરવામાં આવી હતી. બનાવની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. 108ની ટીમ તાત્કાલિક ગંભીર રીતે ઘાયલ યુવકને સારવાર અર્થે નજીકની હોસ્પિટલ લઇ ગઇ હતી. જોકે યુવકને સારવાર મળે તે પહેલા તેનું મોત નીપજ્યું હતું.

હુમલાની ઘટના હત્યામાં પરિણમતા પોલીસે યુવકના મૃતદેહને પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં કોઇ અંગત અદાવતમાં સિદ્ધાર્થ નામના યુવકની હત્યા કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. જોકે એ શું બાબત હતી એ અંગેની ચોક્કસ વિગતો જાણવા માટે આરોપીઓને ઝડપવાની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે.

व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें

Please Share This News By Pressing Whatsapp Buttonजवाब जरूर दे 

ભાણવડ નગરપાલિકામાં કોણ જીતશે ?

  • ભાજપ (47%, 8 Votes)
  • આમ આદમી પાર્ટી (35%, 6 Votes)
  • કોંગ્રેસ (18%, 3 Votes)

Total Voters: 17

Loading ... Loading ...


Related Articles

Close
Website Design By Bootalpha.com +91 82529 92275
.