
દ્વારકાના વસઈમાં જુગારખાનુ, મુદ્દામાલ સાથે પાંચને ઝડપતી દ્વારકા પોલીસ
દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્રારકામાં પોલીસ પેટ્રોલિંગ દરમ્યાન અને ચોક્કસ બાતમીના આધારે વસઈ ગામના ખડા વાડી વિસ્તારમાં આવેલ વાડીના મકાનમાં જુગારનો અખાડો ચાલતો હોય, પોલીસે જુગાર રમી રહેલા પાંચ લોકોની ધરપકડ કરી, જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે, જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા બની રહે તેવા હેતુસર જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી નિતેશ પાંડેય, LCB PI કે.કે. ગોહિલની રાહબરી હેઠળ PSI બી.એમ.દેવમુરારી અને PSI એસ.એસ. ચૌહાણ સતત પેટ્રોલિંગ, દારૂ, જુગાર પ્રતિબંધની કામગીરી કરી રહ્યા છે, ત્યારે પેટ્રોલિંગ દરમ્યાન અને બાતમીના આધારે જુગારનો આ અખાડો ઝડપાતા રાજકોટ વિભાગના પોલીસ મહાનિરીક્ષક અશોક કુમાર યાદવે સમગ્ર ટીમની કામગીરીની નોંધ લીધી હતી,
ઝડપાયેલા આરોપીઓમાં ડુંગરભાઈ માણેક, જગદીશભાઈ ખરા, જયેન્દ્રસિંહ વાઢેર, રહીમભાઇ સોઢા અને રાયસિગભા માણેકને ૭૪,૧૫૦ની રોકડ, ૨૦,૫૦૦ ના મોબાઈલ પાંચ નંગ અને ૬૦,૦૦૦ ના એક્ટિવા બે નંગ મળીને ૧,૫૪,૬૫૦ ના મુદ્દામાલ સાથે પોલીસ પાંજરે પુરી દેવામાં આવ્યા હતાં, આ કામે LCB પીઆઇ ગોહિલ અને PSI દેવમુરારી, PSI ચૌહાણ, ASI મારું, સજુભા, અજીતભાઈ, કેશુરભાઈ, વિપુલભાઈ, મસરીભાઇ, HC સહદેવસિંહ, જેસલસિંહ, ડાડુભાઈ, લાખાભાઈ, પ્રદીપસિંહ, કુલદીપસિંહ, PC ગોવિંદભાઈ, મસરીભાઇ, દેવાભાઈ, અરજનભાઇ, મેહુલભાઈ, સચીનભાઈ, Dr નરશીભાઈ, ધર્મેન્દ્રસિંહ અને વિશ્વદીપસિંહ જોડાયા હતા.
ઉલ્લેખનીય છે કે જુગારના અખાડાની બાતમી એએસઆઈ અરજણભાઈ મારુ, પોલીસ કોન્સ્ટેબલ મસરીભાઇ છુછર અને મેહુલભાઈ રાઠોડને મળી હતી, જેનાં આધારે રેઈડ કરવામાં આવતાં બાતમી સાચી પુરવાર થઈ હતી.
व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें
Please Share This News By Pressing Whatsapp Button