પોરબંદરના વોર્ડ નંબર 7 માં વિકાસકામો થતા ધારાસભ્ય દ્વારા અભિવાદન કરવામાં આવ્યું

પોરબંદરના વોર્ડ નંબર 7 માં આવેલા મોટાભાગના વિસ્તારોમાં રોડ અને પેવરબ્લોકના કામ સંપન્ન થતા તેમજ અમુક જગ્યાએ પેવરબ્લોક બિછાવવાની કામગીરી પણ ચાલુ છે ત્યારે ધારાસભ્ય બાબુભાઈ બોખીરીયાના પ્રયાસોથી વિકાસકામો થયા હોવાથી મહાકાલેશ્ર્વર મહાદેવ મંદિર નજીક ધારાસભ્યનું સન્માન કરવામાં આવ્યું હતું. જુદા-જુદા સમાજના આગેવાનો, ડોક્ટરો, વકીલો, શિક્ષકો પણ ઉપસ્થિત રહ્યા હતા. રોડ-રસ્તા ઉપરાંત લાઈટ, પાણી અને ગટરની સુવિધા ઉપલબ્ધ કરાવનાર ધારાસભ્ય ઉપરાંત પૂર્વ સુધરાઈ સભ્ય મોહન મોઢવાડીયાનું પણ અભિવાદન થયું હતું.

આ તકે શહેર ભાજપ પ્રમુખ પંકજભાઈ મજીઠીયા સહિત બક્ષીપંચ મોરચા પ્રમુખ કિરીટભાઈ મોઢવાડીયા, ભીખુભાઈ ગોસ્વામી, વોર્ડના ખૂબ જ સક્રિય પૂર્વ કાઉન્સીલરો મોહનભાઈ મોઢવાડીયા, રવિભાઈ ભટ્ટ, ગીતાબેન કાણકીયા, સરોજબેન કક્કડ, વોર્ડ ભાજપ ઈન્ચાર્જ મોહનભાઈ વાઢેર, કાંતિભાઈ કાણકીયા, શૈલેષભાઈ ગોહેલ, રેખાબેન રાજુભાઈ કુબાવત, કાંતિભાઈ ઘેડીયા, પુનિતભાઈ મોકરીયા, મહેન્દ્રસિંહ, આશિષભાઈ, કમલભાઈ વગેરે હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં સોશ્યલ ડિસ્ટન્સ સાથે હાથ સેનેટાઈઝ કરીને માસ્ક પહેરીને શિસ્તથી મોટી સંખ્યામાં ભાઈઓ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા.