
પાલનપુરના અર્બૃદાધામમાં રજતજયંતી મહોત્સવ યોજાશે
બનાસકાંઠામાં અખિલ આંજણા સમાજ દ્વારા 2 ફેબ્રુઆરીએ મા અર્બૃદા (Maa Arbuda) રજત જયંતી મહોત્સવ યોજાશે. આ મહોત્સવમાં 108 કુંડી યજ્ઞને લઈને છેલ્લા ત્રણ મહિનાથી આંજણા ચૌધરી સમાજના લોકો તૈયારી કરી રહ્યા છે. અંદાજે 10 લાખ ભક્તો આ યજ્ઞના દર્શન કરવા ઉમટશે. પાલનપુર આદર્શ વિદ્યાલય ખાતે આવેલા મા અર્બૃદા માતાજીના મંદિરના 25 વર્ષ પૂરા થતા રજત મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે.
108 કુંડી યજ્ઞનું આયોજન
રજત મહોત્સવની ઉજવણી કરતા 108 કુંડી સહસ્ત્ર ચંડી યજ્ઞનું આયોજન કરાયું છે. જેમાં 600 વિદ્વાન બ્રાહ્મણો 1500 યજમાનો પાસે આહુતિ અપાવશે. બે લાખ ફૂટ જગ્યામાં યજ્ઞશાળા બનાવાઈ છે.
2 હજારથી વધુ સ્વયંસેવકો ફરજ નિભાવશે
આ મહોત્સવમાં 600 ભૂદેવો ઉપસ્થિત રહેશે. જેમાં 1500 યજમાનો યજ્ઞમાં આહુતિ આપશે. 10 લાખ લોકો આ મહોત્સવમાં આવનાર હોવાથી પાર્કિગ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. તે માટે 2 હજારથી વધુ સ્વયંસેવકો ખડેપગે હાજર રહેશે.
મહાપ્રસાદમાં બહેનોએ 5 લાખ લાડુ બનાવ્યાં
અર્બૃદા માતાજીના રજત જયંતિ મહોત્સવના મહા પ્રસાદમાં 5 હજારથી વધુ બહેનોએ લાડુ બનાવ્યા છે. આ લાડુ બનાવવામાં સ્વચ્છતાનું પૂર્ણપણે ધ્યાન આપવામાં આવ્યું છે. દરેક મહિલાઓએ ટોપી હાથ મોજા તેમજ માસ્કનો ઉપયોગ કર્યો છે.
व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें
Please Share This News By Pressing Whatsapp Button