કલ્યાણપુરમાં જુગારનો અખાડો પકડાયો મુદ્દામાલ સાથે સાત્તને ઝડપી પાડતી પોલીસ

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુરમાં પોલીસ પેટ્રોલિંગ દરમ્યાન અને ચોક્કસ બાતમીના આધારે પાનેલી ગામની સીમમાં આવેલ વાડીના મકાનમાં જુગાર રમાતો હતો, પોલીસે જુગાર રમી રહેલા સાતેય લોકોની ધરપકડ કરી, જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે, નોંધનીય છે કે જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા બની રહે તેવા હેતુસર જિલ્લા પોલીસ અધિક્ષક (ઇન્ચાર્જ) શ્રી હાર્દિક પ્રજાપતિ, LCB પોલીસ ઇન્સ્પેક્ટર કે.કે. ગોહિલની રાહબરી હેઠળ psi બી.એમ.દેવમુરારી અને psi એસ.એસ.ચૌહાણ સતત પેટ્રોલિંગ, દારૂ, જુગાર પ્રતિબંધની કામગીરી કરી રહ્યા છે, ત્યારે પેટ્રોલિંગ દરમ્યાન અને બાતમીના આધારે જુગારનો આ અખાડો ઝડપાતા રાજકોટ વિભાગના પોલીસ મહાનિરીક્ષક અશોક કુમાર યાદવે સમગ્ર ટીમની કામગીરીની નોંધ લીધી હતી,

ઝડપાયેલા આરોપીઓમાં જયેશ ભાયા બેલા, નથુ નારણ કાંબરીયા, કાસમ સલેમાન ખીરાણી, ખીમજી નરસિંહ પુરોહિત, રમેશ પરબત ગોજીયા અને અન્ય બે મહિલાને ૩,૧૨,૦૦૦ ની રોકડ, ૨૦,૫૦૦ ના મોબાઈલ પાંચ નંગ, ૧,૦૦,૦૦૦ ના એક્ટિવા ચાર નંગ મળીને ૪,૩૩,૪૦૦ ના મુદ્દામાલ સાથે પોલીસ પાંજરે પુરી દેવામાં આવ્યા હતાં, આ કામે LCB પોલીસ અને કલ્યાણપુર પોલીસના PSI દેવમુરારી, PSI ચૌહાણ, ASI મારું, સજુભા, અજીતભાઈ, કેશુરભાઈ, વિપુલભાઈ, મસરીભાઇ, HC સહદેવસિંહ, જેસલસિંહ, ડાડુભાઈ, લાખાભાઈ, પ્રદીપસિંહ, કુલદીપસિંહ, PC ગોવિંદભાઈ, મસરીભાઇ, દેવાભાઈ, અરજનભાઇ, મેહુલભાઈ, WP મીરાબેન, Dr નરશીભાઈ, ધર્મેન્દ્રસિંહ અને વિશ્વદીપસિંહ જોડાયા હતા.

व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें

Please Share This News By Pressing Whatsapp Button



जवाब जरूर दे 

ભાણવડ નગરપાલિકામાં કોણ જીતશે ?

  • ભાજપ (47%, 8 Votes)
  • આમ આદમી પાર્ટી (35%, 6 Votes)
  • કોંગ્રેસ (18%, 3 Votes)

Total Voters: 17

Loading ... Loading ...


Related Articles

Close
Website Design By Bootalpha.com +91 82529 92275
.