JCI મહિલા વિંગની શપથવિધિ, 2023ના વર્ષ માટે મહિલા ટિમની જાહેરાત.

જેસીઆઈ પોરબંદર દ્વારા છેલ્લા નવ વર્ષથી સામાજિક, શૈક્ષણિક અને વ્યક્તિત્વ વિકાસના અનેક કાર્યક્રમોની ભેટ પોરબંદરની જનતાને આપવામાં આવી છે. ત્યારે વર્ષ 2023 માટે જેસીઆઈ પોરબંદર પ્લસની મહિલા વિંગ નવનિયુક્ત ટિમની જાહેર કરવામાં આવી છે.

જેસીઆઈ પોરબંદર પ્લસના માર્ગદર્શન હેઠળ આ મહિલા વિંગ પણ પોરબંદર શહેરના બહેનો અને બાળકોમાં પડેલી કલા અને ક્ષમતાને બહાર લાવવા આગામી સમયમાં અનેક કાર્યક્રમો અને ટ્રેનિંગોના આયોજન કરવામાં આવશે.

જેસીઆઈ પોરબંદરના વર્ષ 2022ના જેસીરેટ ચેરપર્સન હેતલબેન બાપોદરાની મુદત પૂરી થતા વર્ષ 2023ની મહિલા વિંગના ચેરપર્સન તરીકે જિલબેન કોટેચાની સર્વાનુમતે પસંદગી કરવામાં આવી છે. નવા વર્ષની મહિલા વિંગના સભ્યોમાં ભક્તિબેન મોનાણી, સોનલબેન પટેલ, વર્ષાબેન ગોરાણીયા, જીજ્ઞાબેન તન્ના, હેતલબેન બાપોદરા, ધર્મિષ્ઠાબેન બુદ્ધદેવ, જીજ્ઞાબેન રાડીયા, દીપ્તિબેન થાનકી, અલ્પા અમલાણી, રૂપલબેન કારીયા, ભાવીનીબેન જોગીયા, નિશાબેન કાનાણી, ઈશાબેન કોટેચા, જીજ્ઞાબેન અમલાણી, હિરલબેન લાખાણી, અરવિંદાબેન ગંધા, ધર્મિષ્ઠાબેન પટેલ, નિશાબેન રાણીગા, પદ્મિનીબા રાયજાદા, જ્યોત્સનાબેન લાખાણી, એકતાબેન દાસાણી, રાધીકાબેન દત્તાણી, મિશરીબેન ગોંદીયા, અલ્પાબેન ચાવડા, વિરાધીબેન ઠકરાર, માનસીબેન દાસાણી, દીપ્તિબેન લાખાણી, પૂનમબેન તન્ના, બંસીબેન ભાનુશાળી, નિતાનેન રામાણી, મીતલબેન લાખાણી, ભૂમિકાબેન કંટારીયા, કાજલબેન લાખાણી અને જાગૃતિબેન સલેટ સહિતના સભ્યોની ટિમ જાહેર કરવામાં આવી છે. નવનિયુક્ત ટીમને જેસીઆઈ પોરબંદરના સ્થાપક પ્રમુખ લાખણશી ગોરાણીયા, પૂર્વ ઝોન પ્રમુખ બિરાજ કોટેચા અને પ્રમુખ સાહિલ કોટેચાએ અભિનંદન પાઠવ્યા હતા.

व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें

Please Share This News By Pressing Whatsapp Button



जवाब जरूर दे 

ભાણવડ નગરપાલિકામાં કોણ જીતશે ?

  • ભાજપ (47%, 8 Votes)
  • આમ આદમી પાર્ટી (35%, 6 Votes)
  • કોંગ્રેસ (18%, 3 Votes)

Total Voters: 17

Loading ... Loading ...


Related Articles

Close
Website Design By Bootalpha.com +91 82529 92275
.