
દુષ્કર્મ કેસમાં દોષિત આસારામને આજે ગાંધીનગરની કોર્ટ સંભાળવશે સજા
ગાંધીનગરઃ સુરતના દુષ્કર્મ કેસમાં આસારામને દોષિત જાહેર કરવામાં આવ્યો છે. ગાંધીનગર સેશન્સ કોર્ટે ચુકાદો આપતા આસારામને દોષિત જ્યારે અન્ય આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. વીડિયો કોન્ફરન્સથી આસારામને કોર્ટમાં હાજર કરાયો હતો. કોર્ટ દ્વારા આજે સજાની જાહેરાત કરવામાં આવી શકે છે. દુષ્કર્મની ઘટના 2001માં ઘટી હતી જ્યારે 6 ઓક્ટોબરના 2013ના રોજ ગુનો નોંધાયો હતો. આ કેસમાં આસારામ સહિત 7 ગુનેગારો સામે ગુનો નોંધાયો હતો. હાલ આસારામ રાજસ્થાનની જોધપુર જેલમાં બંધ છે.
2013માં આસારામ અને તેના પુત્ર સાંઈરામ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી
સુરતની બે બહેનોએ આસારામ અને નારાયણ સાંઈ વિરૂદ્ધ બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી. અમદાવાદ સ્થિત મોટેરા આશ્રમમાં આસારામ દ્વારા શારીરિક શોષણ થયાનો આક્ષેપ કરાયો હતો. વર્ષ 2013માં બે બહેનમાંથી મોટી બહેને આસારામ સામે જ્યારે નાની બહેને આસારામના પુત્ર નારાયણ સાંઈ સામે બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી. મોટી બહેનની ફરિયાદ ગાંધીનગર ટ્રાંસફર કરાઈ હતી, જેના કારણે આ કેસ ગાંધીનગર સેશન્સ કોર્ટમાં ચાલ્યો હતો. આ કેસમાં કુલ 68 જેટલા સાક્ષીઓ છે. આસારામ સિવાયના તમામ આરોપીઓ જામીન પર મુક્ત છે. ત્યારે આજે (સોમવારે) કોર્ટે ચુકાદો આપતા આસારામને દોષિત જાહેર કરવામાં આવ્યો છે.
આસારામ છેલ્લાં 9 વર્ષથી જેલમાં બંધ છે
આસારામ પર એકથી વધુ યુવતીઓ પર દુષ્કર્મના આરોપો છે. એક સગીરાના માતા-પિતા દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવ્યા બાદ આસારામની મધ્યપ્રદેશના ઈન્દોરમાંથી ધરપકડ કરવામાં આવી હતી. જે બાદ 2018માં દુષ્કર્મ અને અન્ય ગુનાઓ હેઠળ આસારામને આજીવન કેદની સજા થઈ હતી. હાલ આસારામ જોધપુર જેલમાં બંધ છે. થોડા સમય પહેલાં ગંભીર બીમારીઓથી પીડિતા 80 વર્ષના આસારામે સુપ્રીમ કોર્ટ સમક્ષ જામીન અરજી કરી હતી, જો કે કોર્ટે તેની જામીન અરજી ફગાવી દીધી હતી.
व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें
Please Share This News By Pressing Whatsapp Button