
કીર્તિમંદિર પોરબંદર ખાતે પૂ. મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પવા પ્રાર્થનાસભા
- કલેકટરશ્રી અશોક શર્મા સહિતના મહાનુભાવોએ પૂજ્ય બાપુને શ્રદ્ધાંજલિ અર્પણ કરી
કીર્તિ મંદિર પોરબંદર ખાતે આજે પૂજ્ય મહાત્મા ગાંધીજીના નિર્વાણ દિવસે પૂજ્ય બાપુને શ્રદ્ધાસુમન અર્પણ સાથે પ્રાર્થનાસભા યોજાઈ હતી. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના નિર્વાણ દિવસ નિમિતે કીર્તિમંદિર ખાતે સર્વધર્મ પ્રાર્થના સભા યોજાઈ હતી. જેની શરૂઆત પ્રાર્થના સાથે કરવામાં આવી હતી. સર્વધર્મ પ્રાર્થનાસભા બાદ ઊપસ્થિત સૌ કોઈએ ૨ મિનિટનું મૌન પાળી પૂજ્ય બાપુને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ત્યારબાદ બાપુનું પ્રિય ભજન વૈષ્ણવ જન સહિત અન્ય ભજનોનું શ્રોતાઓ દ્વારા શ્રવણ કરવામાં આવ્યું હતું.
આ તકે જિલ્લા કલેકટરશ્રી અશોક શર્મા, પ્રાંત અધિકારીશ્રી પોરબંદર કે.જે.જાડેજા, મામલતદાર ગ્રામ્યશ્રી રાહુલ ડોડીયા, મામલતદાર શહેર શ્રી હંસાબેન, કીર્તિ મંદિરના ટ્રસ્ટીઓ તેમજ નગરશ્રેષ્ઠીઓ સહિત બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી પૂજ્ય બાપુને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें
Please Share This News By Pressing Whatsapp Button