
વિસાવાડા સરકારી શાળાનું ગૌરવ, સ્લોગન રચનામાં શાળાની વિદ્યાર્થીની રાજ્યસ્તરે પ્રથમ
સરકારી ઉચ્ચસ્તર માધ્યમિક શાળા વિસાવાડાની ધોરણ ૧૨ માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની વાઘેલા પારુલ ભીમાભાઈને મતદાર જાગૃતિ સ્પર્ધા અંતર્ગત સ્લોગન રચનામાં રાજ્યકક્ષાએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું, તા. ૨૫/૦૧/૨૦૨૩ ના રોજ નેશનલ લો યુનિવર્સીટી ઓડિટરિયમ ગાંધીનગર ખાતે યોજાયેલ કાર્યક્રમમાં રાજ્યપાલશ્રી તથા રાજ્યના ચૂંટણી કમિશ્નરશ્રી દ્વારા ૧૧૦૦૦/- નો રોકડ પુરસ્કાર અને પ્રમાણપત્ર આપી સન્માનીત કરવામાં આવી હતી. વાઘેલા પારૂલને તેની સફળતા બદલ શાળાના આચાર્યશ્રી થાનકી, સમગ્ર સ્ટાફ પરીવાર અને સરપંચશ્રી તથા ગ્રામજનોએ શુભેચ્છા પાઠવી હતી.
व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें
Please Share This News By Pressing Whatsapp Button