MBBSનો અભ્યાસ કરતા કરતા UPSCની કરી તૈયારી

સિવિલ સર્વિસ પરીક્ષાને દેશની સૌથી અઘરી પરીક્ષાઓમાંની એક માનવામાં આવે છે. આ પરીક્ષા પાસ કરવા માટે તમારી જાતને પ્રેરિત રાખવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. સિવિલ સર્વિસિસમાં સફળતા મેળવવા માટે માત્ર અભ્યાસ જ જરૂરી નથી, પરંતુ તેની સાથે ઘણી બાબતોનું ધ્યાન રાખવું પડે છે. આ કહેવું છે ડોક્ટરમાંથી IAS અધિકારી બનેલા અક્ષિતા ગુપ્તાનું. જેમણે હોસ્પિટલમાં રહીને MBBSનો અભ્યાસ કરતા કરતા UPSCની તૈયારી શરૂ કરી દીધી હતી અને 2020માં તેમનું સપનું પૂરું થયું હતું.

ચંડીગઢમાં MBBSનો અભ્યાસ કર્યો
મૂળ અંબાલાના રહેવાસી અક્ષિતા ગુપ્તાએ ધોરણ 12 પછી ચંડીગઢમાં સરકારી મેડિકલ કોલેજમાં MBBSનો અભ્યાસ શરૂ કર્યો. તેમના પરિવારમાં માતા – પિતા બંને જ શિક્ષક છે, જ્યારે તેમના ભાઈએ IIT બોમ્બેમાંથી B.Tech.કર્યુ છે.

મેડિકલના અભ્યાસ સાથે શરૂ કરી હતી તૈયારી
તેમણે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, જ્યારે તેઓ મેડીકલનો અભ્યાસ કરી રહ્યા હતા અને MBBSના ત્રીજા વર્ષમાં હતા. ત્યારથી જ તેમણે યુપીએસીની તૈયારીઓ શરૂ કરી દીધી હતી. તેમણે નક્કી કરી લીધું હતું કે તેઓ IAS ઓફિસર બનશે.

દિવસમાં 13થી 14 કલાક કરતા હતા અભ્યાસ
તેઓ જ્યારે ભણી રહ્યા હતા, ત્યારથી તેઓ UPSCની તૈયારી કરી રહ્યા હતા. આ દરમિયાન તેઓ હોસ્પિટલમાં રહેતા હોવા છતાં પોતાનો અભ્યાસ બંધ કર્યો ન હતો. પરંતુ હોસ્પિટલમાં પણ થોડો સમય મળવા પર તેઓ રિવિજન કરતા હતા. અક્ષિતા ગુપ્તા દિવસમાં 13થી 14 કલાક સુધી અભ્યાસ કરતા હતા.

હોસ્પિટલમાં રહીને કરી તૈયારી
અક્ષિતા મેડિકલના વિદ્યાર્થી હતા, એટલા માટે તેમણે UPSC સિવિલ સેવાની મુખ્ય પરીક્ષામાં ઓપ્શનલ સબજેક્ટમાં મેડિકલ વિષયને જ પસંદ કર્યો. તેમણે આ વિષયને પહેલા પણ વાંચ્યો હતો, જેનાથી તેઓને અલગથી મહેનત કરવી પડી નહોતી. તેમણે UPSCના અભ્યાસક્રમ મુજબ તેમના મેડિકલના પુસ્તકોમાંથી કેટલાક પાનાઓને ફાડી અલગ કરી નાખ્યા હતા. જેને પછી જોડીને એક પુસ્તક બનાવવામાં આવ્યું હતું, જેનાથી તેઓ સિલેબસ પ્રમાણે વાંચી શકે.

પ્રથમ પ્રયાસમાં જ મેળવ્યો 69મી રેન્ક
પરીક્ષા પાસ કરવા માટે તેમણે દિવસ-રાત ઘણી મહેનત કરી. તેમણે વર્ષ 2020ની સિવિલ સર્વિસ પરીક્ષામાં પ્રથમ પ્રયાસમાં જ ત્રણ તબક્કા એટલે કે પ્રિલિમ્સ, મેઇન્સ અને ઇન્ટરવ્યુને પાર કરીને 69મો રેન્ક લાવીને IAS બનવામાં સફળ રહ્યા. IAS બનવા પર અક્ષિતા ગુપ્તાને પંજાબ કેડર મળ્યો છે.

व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें

Please Share This News By Pressing Whatsapp Button



जवाब जरूर दे 

ભાણવડ નગરપાલિકામાં કોણ જીતશે ?

  • ભાજપ (47%, 8 Votes)
  • આમ આદમી પાર્ટી (35%, 6 Votes)
  • કોંગ્રેસ (18%, 3 Votes)

Total Voters: 17

Loading ... Loading ...


Related Articles

Close
Website Design By Bootalpha.com +91 82529 92275
.