
ભરતપુર નજીક ભારતીય વાયુ સેનાનું વિમાન ક્રેશ
રાજસ્થાનના ભરતપુર જિલ્લાના ઉચ્ચૈન વિસ્તારમાં શનિવારે સવારે ભારતીય વાયુ સેનાનો એક મિગ વિમાન ક્રેશ થઇ ગયો હતો. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં હડકંપ મચી ગયો હતો. ઘટનાની સૂચના મળતા જ સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી. વાયુ સેનાના અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. મળતી માહિતી મુજબ, આ વિમાને ઉત્તર પ્રદેશના આગરા વાયુ સેનાના સ્ટેશનથી ઉડાન ભરી હતી. હાલ, વાયુ સેના આ ઘટનાની તપાસ કરી રહી છે.
ડિફેન્સ પીઆરઓ કર્નલ અમિતાભ શર્માએ આ અંગે જણાવ્યું હતું કે, ઘટના અંગે માહિતી મળી છે. કયું વિમાન ક્રેશ થયું છે તેની તપાસ કરવામાં આવી રહી છે. નગલા બીજાના ગ્રામજનોએ જણાવ્યું હતું કે શનિવારે સવારે લગભગ 10.30 વાગે અચાનક આકાશમાંથી ઉડતું એક ફાઈટર પ્લેન ગામના ખેતરોમાં પડ્યું હતું. પ્લેન ક્રેશના અવાજથી આખું ગામ હચમચી ગયું હતું. ગામના સેંકડો લોકો ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા.
व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें
Please Share This News By Pressing Whatsapp Button