
લોકોની ઊંઘ હરામ કરનાર ચડ્ડી-બનિયાનધારી ગેંગ ફરીથી સક્રિય થઇ
વડોદરા શહેરમાં ચડ્ડી-બનિયાનધારી ગેંગ ફરીથી સક્રિય થતા તેને પગલે શહેરના અટલાદરા નજીક આવેલ કલાલી વિસ્તારના રહિશોમાં ભારે ફફડાટ જોવા મળી રહ્યો છે. એક તરફ કડકડતી ઠંડી પડી રહી છે ત્યાં બીજી તરફ વડોદરા શહેરમાં ચડ્ડી-બનિયાનધારી ગેંગ ફરીથી સક્રિય થઇ છે. ચોરી ધાડ જેવા ગુનાઓને અંજામ આપવા ફરી રહેલી હોવાની હકીકતના પગલે લોકોની ઊંઘ હરામ થઈ ગઈ છે.
ચડ્ડી-બનિયાનધારી ગેંગ ગત મોડી રાત્રે કલાલી વિસ્તારની સોસાયટીઓમાં ત્રાટકી હતી અને ચોરીના પ્રયાસમાં હાથમાં ડંડોઓ લઈને સોસાયટીમાં ફરી રહેલી ચડ્ડી-બનિયાનધારી ગેંગ સોસાયટીના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. જે દ્રશ્યો હવે સોસાયટીના રહીશોને ડરાવી રહ્યા છે. ગત મોડી રાત્રીના પાંચ જેટલા ચડ્ડી-બનિયાનધારી શખ્સો ફેન્સીંગ કાપીને સોસાયટીમાં ઘૂસ્યા હતા અને સોસાયટીમાં ફરતાં દેખાયા હતા. સોસાયટીમાં ઘૂસી આવેલા આ અજાણ્યા શખ્સોએ જેકેટ પહેર્યા હતા સાથે મોઢા પર માસ્ક પણ લગાવ્યા હતા જેમાં કેટલાક શખ્સોએ હાફ પેન્ટ પહેર્યા હતા.
કલાલી વિસ્તારમાં આવેલી સાફલ્ય સોસાયટમાં ત્રાટકેલ ચડ્ડી-બનિયાનધારી ગેંગ ચોરી કર્યા વગર જ પરત જતા રહેતા સોસાયટીના રહીશો નું માનવું છે કે ચડ્ડી-બનિયાનધારી ગેંગ રેકી કરવાં માટે આવી હશે અને હવે ગમે તે સમયે ફરીથી ચોરીને અંજામ આપવા ત્રાટકી શકે છે. સોસાયટીના રહીશોએ માંજલપુર પોલીસને જાણ કરતા માંજલપુર પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે.
व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें
Please Share This News By Pressing Whatsapp Button