
મહાદેવની પ્રતિમાનું આવરણ હટી જતાં મુખારવિંદના દર્શન કરી નગરજનો અભિભૂત,
વડોદરા શહેરના સુરસાગર તળાવના મધ્યમાં આવેલ સોનાના સર્વેશ્વર મહાદેવની પ્રતિમાનું શિવરાત્રીના દિવસે અનાવરણ કરવામાં આવાનું હોવાથી પ્રતિમા ઉપર સફેદ વસ્ત્રનું આવરણ લગાવામાં આવ્યું હતું. જે ફાટી જતાં મહાદેવના સુવર્ણ જડિત મુખારવિંદના દર્શન થયા હતા. તેજોમય મુખારવિંદ જોઈને નગરજનો આપોઆપ અભિભૂત થઇ ને બે હાથ જોડીને દેવોના દેવ મહાદેવ સમક્ષ નત મસ્તક નમાવતા જોવા મળ્યાં હતા.
સુરસાગર તળાવ(Sursagar Lake)ના મધ્યમમાં આવેલ સર્વેશ્વર મહાદેવની સુવર્ણ જડિત મૂર્તિનું અનાવરણ મહાશિવરાત્રીના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે થનાર છે. ત્યાં સુધી ભોળાનાથને સફેદ વસ્ત્રથી ઢાંકી દેવામાં આવ્યાં હતાં પણ છેલ્લા ચાર પાંચ દિવસથી આ કાપડ ફાટતું જઈ રહ્યું છે. જેથી પ્રથમ પ્રતિમાના પીઠના ભાગે અને ત્યારબાદ બાબાના મુખારવિંદ પાસેનું સફેદ કાપડનું આવરણ ફાટી જતા ભોળાનાથે નગરજનોને દર્શન આપવા ચમત્કાર કર્યો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા અને સુવર્ણ જડિત ભોલેનાથના મુખારવિંદના દર્શન કરવા લોકોના ટોળા ઉમટી પડયાં હતાં.
સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ
આવરણ હટી જતા મહાદેવજીના દર્શન થતાં વડોદરાવાસીઓ ધન્યતા અનુભવતા હતાં. જોતજોતામાં તો વીડિયો સમગ્ર વડોદરામાં વાયરલ થઈ ગયો હતો. વીડિયોની જાણ થતા ઘણા લોકો મૂર્તિને જોવા પણ પહોંચી ગયા હતા. લોકોને અનાવરણ પહેલાં જ મૂર્તિના મુખારવિંદના દર્શન મળી ગયા છે.
व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें
Please Share This News By Pressing Whatsapp Button