
‘પઠાણ’ ની સફળતા ઉજવી રહેલો કિંગ ખાન ટૂંક સમયમાં જ ‘જવાન’ નું શૂટિંગ શરૂ કરશે
હાલ શાહરૂખ ખાન પોતાની ફિલ્મ ‘પઠાણ’ ની સફળતાની ઉજવણી કરી રહ્યો છે. આ ફિલ્મે માત્ર 3 જ દિવસમાં 150 કરોડનો આંકડો પર કરી લીધો છે. 4 વર્ષ પછી કિંગ ખાને ફિલ્મી પડદે જોરદાર વાપસી કરી છે. પઠાણની સફળતા પછી હવે કિંગ ખાને પોતાની આગામી ફિલ્મ ‘જવાન‘ પર કામ કરવાનું શરૂ કરી દીધું છે.
મળતી માહિતી મુજબ, શાહરૂખ ખાન 1 ફેબ્રુઆરીથી આ ફિલ્મનું શૂટિંગ શરૂ કરશે. જે 6 દિવસનું શેડ્યૂલ હશે. આ દરમિયાન કિંગ ખાન એક્શન સીન્સનું શૂટિંગ કરશે. તેની સાથે અભિનેત્રી સાન્યા મલ્હોત્રા પણ સીન્સ શૂટ કરશે. ફેબ્રુઆરીમાં શાહરૂખ ખાન પછી વિજય સેતુપતિ અને પ્રિયામણી આ ફિલ્મનું શૂટિંગ કરશે.
ફિલ્મ ‘જવાન’ ના ડાયરેક્ટર એટલી હાલ પોતાની ફિલ્મના પોસ્ટ-પ્રોડક્શનના કામમાં વ્યસ્ત છે. આ ફિલ્મની શૂટિંગ માર્ચ સુધીમાં પૂરી કરવાની તૈયારી છે. ઘણા બધા શહેરોમાં આ ફિલ્મનું શૂટિંગ થશે.
ફિલ્મ ‘જવાન’ માં શાહરૂખ ખાનની સાથે વિજય સેતુપતિ, પ્રિયામણી, સુનીલ ગ્રોવર, નયનતારા અને રિદ્ધી ડોગરા જેવા કલાકારો મહત્વપૂર્ણ ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ 2 જૂન, 2023ના રોજ રિલીઝ થશે. કિંગ ખાન ફિલ્મ ‘જવાન’ની સાથે સાથે ફિલ્મ ‘ડંકી’ માં પણ જોવા મળશે. ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.
व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें
Please Share This News By Pressing Whatsapp Button