
કમોસમી વરસાદ વરસતા ઠંડીમાં વધારો, શિયાળુ પાક નિષ્ફળ જવાની ભીતિ
વડોદરા શહેરના આજે વાતાવરણમાં વહેલી સવારથી અચાનક પલટો આવતા વાદળ છાયા વાતાવરણ વચ્ચે અનેક વિસ્તારોમાં વહેલી સવારે કમોસમી વરસાદ વરસ્યો હતો. વાદળછાયા વાતાવરણ અને સાથે વરસાદ પડતા ઠંડીમાં પણ વધારો નોંધાયો હતો, ત્યારે શહેરના વાતાવરણમાં અચાનક પલટો આવતા સ્વેટર પહેરવું કે રેઈનકોટ લોકોને પ્રશ્ન ઉદ્ભવ્યો હતો.
શિયાળુ પાકને નુકસાન થવાની ભીતિ
વડોદરા શહેર સાથે જિલ્લામાં પણ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો અને અનેક વિસ્તારમાં કમોસમી વરસાદ પડતા ધરતીપુત્રો દ્વારા લેવામાં આવેલ શિયાળુ પાક ભીંજાઈ જતા ધરતીપુત્રોની ચિંતામાં વધારો થયો હતો અને ખેતરમાં વાવેતર કરેલ ચણા,તુવેર,મકાઈ,કપાસ જેવા શિયાળુ પાકને નુકસાન થવાની ભીતિ સતાવી રહી છે.
व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें
Please Share This News By Pressing Whatsapp Button