
ડકડતી ઠંડી વચ્ચે ભાવનગર શહેરમાં વહેલી સવારે કરા સાથે વરસાદી ઝાપટું
હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની રાજ્યમાં આગામી બે દિવસ આગાહી કરવામાં આવી છે. જ્યારે તેને લઈ આજે વહેલી સવારે ભાવનગર શહેરમાં અચાનક ધોધમાર વરસાદ વરસ્યો હતો. વરસાદી માવઠાના કારણે ખેડૂતો ચિંતિત થયા છે. કમોસમી માવઠાને પગલે શિયાળુ પાકોમાં નુકસાન થઈ શકે છે. હાલ ખેડૂતોના શિયાળો મોટાભાગનો પાક ટૂંક સમયમાં જ નીકળતો હોય છે અને જો કમોસમી વરસાદ થાય તો તેમના કારણે ખેડૂતોને મોટું નુકસાન થઈ શકે છે.
ભાવનગર શહેરમાં ગત વહેલી સવારે વાતાવરણ વચ્ચે વહેલી સવારે જોરદાર વરસાદી આવતાની સાથે જ ખેડૂતોમાં ભયનો માહોલ ફેલાયો હતો. એક બાજુ કડકડતી ઠંડી અને બીજી બાજુ વરસાદી ઝાપટાથી લોકો સ્વેટરને સાથે રેઇનકોટ પણ પહેરવાની ફરજ પડી છે. વરસાદી ઝાપટાં સાથે કરા પણ પડ્યા હતા. જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદને પગલે ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે. હાલ પંથકમાં વરસાદને પગલે ખેડૂતનો ઉભા પાકને નુકસાનની ભીતિ સવાઈ રહી છે. આમાં ભર શિયાળે વરસાદી ઝાપટા વરસ્યા હતા. ગુલાબી ઠંડી વચ્ચે વરસાદ લોકોને બેવડી ઋતુનો અનુભવ થયો હતો.
व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें
Please Share This News By Pressing Whatsapp Button