
વશમાં મારો રોલ કાળી સાહીથી લખાયેલા એવા દાનવનો છે
ગયા અઠવાડિયે ગુજરાત ફિલ્મ ‘વશ’નું ટ્રેલર રિલીઝ થયું. 122 સેકન્ડનું આ ટ્રેલર દરેકને પોતાના વશમાં કરવામાં સફળ રહ્યું છે. ગુજરાતી સિનેમામાં ઘણા ટાઈમ પછી એવી ફિલ્મ આવી રહી છે, જેણે તમામને નોંધ લેવા મજબૂર કર્યા છે. ખાસ કરીને આ થ્રિલર ટ્રેલરમાં સુપરસ્ટાર હિતેન કુમારનો નેગેટિવ રોલ દરેકને ખુબ જ પસંદ આવી રહ્યો છે. ત્યારે ગુજરાતી જાગરણ સાથેની વિશેષ મુલાકાત દરમિયાન તેમણે આ ફિલ્મ, પોતાના રોલ, ગુજરાતી સિનેમામાં આવી રહેલા બદલાવ સહિત અનેક રસપ્રદ ટોપિક્સ પર અનફિલ્ટર્ડ વાતો કરી છે. આગળની વાતચીત તેમની સાથેના અંશ આધારિત.
ફેમિલી મેમ્બર્સ પણ ડરી ગયા છે
હિતેનકુમારે ગુજરાતી જાગરણને જણાવ્યું કે, ”થ્રિલર મુવીનો આઈડિયા લીક ન કરવાનો હોય, તેથી સ્ટોરી વિશે હું હમણાં વાત નહીં કરું. એને થિએટરમાં જઈને જોવાની મજા જ જુદી હોય છે. રોલ વિશે કહીશ કે કદાચ ઇન્ડિયન સ્ક્રીન પર સંપૂર્ણ બ્લેક રીતે લખાયેલો- કાળી સાહીથી લખાયેલો એક એવો દાનવ છે, જેનાથી ખરેખર ડર લાગે એમ છે. મારા ફેમિલી મેમ્બર્સ પણ ડરી ગયા છે.”
સરપ્રાઈઝિંગ એલિમેન્ટ
હિતેનકુમારે કહ્યું કે, ”મારી વાઈફને મેં કહ્યું જ નહોતું કે હું આ કક્ષાની ફિલ્મ કરી રહ્યો છું. નોર્મલી એને મારા મુવીના સબ્જેક્ટ્સ ખબર હોય છે. વંશ અને આગંતુકના રૂપમાં આ બે એવી ફિલ્મો છે જે પ્રેક્ષકોની સાથે સાથે મારા ફેમિલીને પણ સરપ્રાઈઝ કરશે. વંશનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે અને લોકોનો પ્રચંડ પ્રતિસાદ આવ્યો છે. સરપ્રાઈઝિંગ એલિમેન્ટ એ છે કે, જેને હમણાં સુધી વ્હાઇટ રોલ્સમાં જ કે નાયકના રોલમાં જ જોયા છે, એના માટે ઓડિયન્સનું આટલું બધું લાઇકીંગ નેગેટિવ રોલ માટે કેવી રીતે હોય શકે?”
વશમાં રોલ સ્વીકારવા અંગે
હિતેન કુમારે વધુમાં જણાવ્યું કે, ”હકીકત એ છે કે, ઓડિયન્સ કંઈક નવું જોવા માગે છે, પરંતુ આપણે આપતા ઘબરાઈએ છીએ. દોઢ વર્ષ પેહલાં મેં જ્યારે રાડો મુવી સાઈન કરી, તે દિવસે જ ડિરેક્ટર કૃષ્ણદેવ યાજ્ઞિકે આનો આઈડ્યા સંભળાવ્યો હતો. મેં તરત જ હા પાડી હતી, કે હું આ કરીશ. આ રોલ માટે મારી પહેલાં 2-3 એક્ટર્સને ઓફર કરવામાં આવ્યો હતો. પરંતુ એ લોકો આ રોલ ભજવવા માટે ઘબરાઈ ગયા હતા. મને તો ત્યાં સુધી ખબર છે કે, સિદ્ધાર્થ રાંદેરિયાનો પણ અપ્રોચ કરવામાં આવ્યો હતો. જો કે, એમણે ના પાડી હતી કે હું આ કક્ષાએ નહીં કરું. મને આ રોલ પુષ્કર ગમી ગયો. અલ્ટીમેટલી રિઝલ્ટ તમારી સામે છે. જે રીતે ટ્રેલર જોયા બાદ લોકોનો રિસ્પોન્સ આવી રહ્યો છે, મને 100% ખાતરી છે કે મારો નિર્ણય સાચો છે.”
કરિયરના આ ફેઝમાં માઈન્ડસેટ
હિતેન કુમારે કહ્યું કે, ”મેં 50 વર્ષની ઉંમર ક્રોસ કરી ત્યારે મેં 5 વર્ષનો ગેપ લીધો અને નક્કી કર્યું કે જ્યાં સુધી મને ગમતા રોલ નહીં મળે મારે સિનેમા નથી કરવું. નોર્મલી લોકો ઉંમર છુપાવવાના પ્રયત્નો કરે. હું તો જાહેરમાં કહું છું કે હું આજે 58 વર્ષનો છું. મારે 58 વર્ષે પણ એ મેજિક કરવું છે, જે 22 વર્ષનો છોકરો કરી શકે. 5 વર્ષ રાહ જોઈ એ પછી મારી પાસે ધુંઆધાર આવે છે, એ કેરેક્ટર બધાને બહુ ગમ્યું. પછી રાડો આવે છે. એમાં ચીફ મિનિસ્ટરનો રોલ પ્લે કરવો ચેલેંજિંગ હતો. આ પોલિટિકલ બેકડ્રોપની પહેલી ફિલ્મ ગુજરાતમાં બની હતી, એ પણ રમખાણો આધારિત અને એમાં એક એક્ટરે પોતાના રોલને કોઈપણ બની ચૂકેલા ચીફ મિનિસ્ટરની આસપાસ પણ નથી લઈ જવાનો. તેમ છતાં પરફોર્મ પણ કરવાનો. હું આ કરી શક્યો તે વાતનો મને આનંદ છે. ત્યારબાદ વશ અને આગંતુક. આ એવા બે જોનરની ફિલ્મો છે, જે આજસુધી થઈ નથી, તેની હું તમને ખાતરી આપી શકું છું.”
व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें
Please Share This News By Pressing Whatsapp Button