
PM નરેન્દ્ર મોદીએ વિદ્યાર્થીઓ સાથે કર્યો સંવાદ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે પરિક્ષા પે ચર્ચા (Pariksha Pe Charcha)કાર્યક્રમમાં આ વર્ષે બોર્ડની પરીક્ષા આપી રહેલા વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી રહ્યા છે. વિદ્યાર્થીઓને તણાવ દૂર કરવા માટે વિશેષ સૂચનો આપી રહ્યા છે. આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે 38 લાખ વિદ્યાર્થીઓએ નોંધણી કરાવી છે.
વિદ્યાર્થી- હાર્ડ વર્ક અને સ્માર્ટ વર્કમાં શું જરુરી છે?
pm modi: તરસ્યા કાગડાની કહાનીનું ઉદાહરણ આપી કહ્યું પોતાની સમસ્યા કે પ્રશ્નોને પહેલા ધ્યાનથી સમજો પછી નક્કી કરો કે હાર્ડ વર્ક કરવું છે કે સ્માર્ટ વર્ક.
વિદ્યાર્થી- પરીક્ષામાં થતી નકલને કેવી રીતે રોકી શકાય
મોદી- ચોરી,નકલ તો પહેલાથી ચાલતી આવે છે. પહેલા લોકો ડરી ડરીને ચોરી કરતા હતા. વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા નકલ કરવાના પ્રયત્નો વધુ કરતા હોય છે. આવા વિદ્યાર્થીઓ ખૂબ જ ક્રિએટીવ હોય છે. તેઓએ પોતાનો કિમતી સમય મહેનત કરવામાં લગાવવો જોઈએ. એક પરીક્ષામાં પાસ થવાનો અર્થ એ નથી કે તમે જીવનમાં પાસ થઈ ગયા. નકલથી જીવન બનતું નથી.
ટાઈમ મેનેજમેન્ટ ખૂબ જ જરુરી
વિદ્યાર્થીઓ સાથે પરીક્ષા પર ચર્ચા કરી રહેલા પીએમ મોદીએ કહ્યું કે વિદ્યાર્થીઓ માટે ટાઈમ મેનેજમેન્ટ ખૂબ જ જરુરી છે. ઓછા મહત્વપૂર્ણ વિષયો પર પણ ધ્યાન આપવું ખૂબ જ જરુરી છે.
હજારોની ભીડમાં પણ બેટ્સમેન ફોકસ્ડ રહે છે
પીએમ મોદીએ કહ્યું હજારોની ભીડમાં પણ બેટ્સમેન ફોક્સ્ડ રહે છે. તેઓ દર્શકોની માગને ધ્યાન રાખીને બોલ હિસાબથી શોટ્સ રમતા હોય છે.
જો સારુ કરશો તો સારુ કરવાનું દબાણ વધતુ જશે
પીએમ મોદીએ આગળ વિદ્યાર્થીઓને કહ્યું કે જો સારુ પરિણામ લાવશો તો વધુ સારુ પરિણામ લાવવાનું દબાણ આવે છે. હું રાજકારણમાં છુ, છેલ્લી ચૂંટણી કરતા આ વખતે વધુ સીટો લાવવાનું દબાણ અમારા પર પણ હોય છે.
પરિવારની અપેક્ષાઓ સ્વાભાવિક છે
પીએમ મોદીએ આગળ કહ્યું કે પરિવારની અપેક્ષાઓ સ્વાભાવિક છે. જો સોશિયલ સ્ટેટસ સાથે આવું થઈ રહ્યું છે તો તે ખોટી બાબત છે.
38 લાખ વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું
આ પ્રોગ્રામ માટે 38 લાખ વિદ્યાર્થીઓએ નોંધણી કરાવી છે, જેમાંથી 16 લાખથી વધુ રાજ્ય બોર્ડના છે. તે જ સમયે, NCERT એ આ ચર્ચા માટે કુટુંબનું દબાણ, તણાવ વ્યવસ્થાપન, સ્વાસ્થ્ય અને કેવી રીતે ફિટ રહેવું અને કારકિર્દીની પસંદગી જેવા વિવિધ પ્રશ્નોને શોર્ટલિસ્ટ કર્યા છે. MyGov પર સ્પર્ધાઓ દ્વારા પસંદ કરાયેલ લગભગ 2050 વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓને શિક્ષણ મંત્રાલય દ્વારા PPC કીટ ભેટમાં આપવામાં આવશે.
પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ શું છે
પરીક્ષા પે ચર્ચા એ વાર્ષિક કાર્યક્રમ છે, જેમાં પીએમ મોદી આગામી બોર્ડની પરીક્ષાઓ માટે ઉપસ્થિત વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કરે છે. કાર્યક્રમ દરમિયાન, તેઓ પરીક્ષાના તણાવ અને અન્ય મુદ્દાઓને લગતા વિદ્યાર્થીઓના પ્રશ્નોના જવાબ પણ આપે છે. ભારત અને વિદેશના વિદ્યાર્થીઓ સાથે વર્ચ્યુઅલ મોડમાં વાતચીત કરશે. આ લાઇવ ટેલિકોન્ફરન્સિંગ પ્રોગ્રામ દરમિયાન, વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો વડાપ્રધાનને પરીક્ષાના તણાવને ઘટાડવા અને વધુ સારું પ્રદર્શન કરવા માટે પ્રશ્નો પૂછશે, જેના જવાબ પીએમ દ્વારા વીડિયો-ઇન્ટરએક્શનમાં લાઇવ આપવામાં આવશે.
व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें
Please Share This News By Pressing Whatsapp Button