
પ્રાંત અધિકારી જાડેજાની રાહબરીમાં ઓડદર ખાતે તાલુકાકક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ
પોરબંદર તાલુકા કક્ષાના પ્રજાસત્તાક દિવસની ઉજવણી ઓળદર પ્રાથમિક શાળા ઓળદર ગામ ખાતે રાખવામાં આવી હતી, પ્રાંત અધિકારીશ્રી કે. જે. જાડેજા સાહેબ દ્વારા ધ્વજવંદન કરવામાં આવેલ.
આ કાર્યક્રમમાં રાહુલ ડોડિયા મામલતદારશ્રી પોરબંદર ગ્રામ્ય, હંસાબેન તળાવિયા, મામલતદારશ્રી પોરબંદર શહેર, આર. પી. મકવાણા ટીડીઓ, પ્રતાપભાઈ કેશવાલા તા. પં. પ્રમુખશ્રી, રામભાઈ તા. પં સદસ્યશ્રી, આચાર્ય શ્રી પાંજરી તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા, આ તકે ઓળદર ગ્રામ પંચાયતને વિકાસના કામો માટે રૂ. 5 લાખની ગ્રાન્ટ આપવામાં આવેલ તેમજ અલગ અલગ કૃતીઓ તથા વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક રજુ કરવામાં આવ્યા હતા.
લોકમાહિતી ઉદબોધન આપતાં પ્રાંત અધિકારી શ્રી જાડેજાએ જણાવ્યું હતું કે સરકારશ્રી ગામડાઓનો વિકાસ કરવા જેટલી મક્કમ છે તેટલી જ મક્કમ પોરબંદર વહીવટીતંત્રની ટીમ પણ છે, આજે ઓળદરને વિકાસ કામો માટે ગ્રાન્ટ ફાળવીને વહીવટી ટીમે વિકાસશીલ મક્કમતા દાખવી છે, કાર્યક્રમના અંતે ઉપસ્થિત મહેમાનોએ વૃક્ષારોપણ કર્યું હતું. સમગ્ર કાર્યક્રમની દેખરેખ શિરસ્તેદાર પંકજ અગ્રાવત અને નાયબ મામલતદાર વિજય વરૂએ રાખી હતી.
व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें
Please Share This News By Pressing Whatsapp Button