
પોરબંદર જિલ્લાનો ધ્વજવંદન કાર્યક્રમ કુતિયાણામાં યોજાયો
ભારતનો રાષ્ટ્રીય પર્વ એવો ૭૪ મો, પોરબંદર જિલ્લા સ્તરીય પ્રજાસત્તાક પર્વ આજરોજ કુતિયાણામાં યોજાયો, જિલ્લા કલેકટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ એવા શ્રી અશોક શર્મા એ કુતિયાણામાં ધ્વજ લહેરાવ્યો હતો, આ તકે જિલ્લા વિકાસ અધિકારી શ્રી બી.ડી. નીનામાં, નિવાસી અધિક કલેકટર શ્રી એમ.કે. જોશી જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી રવીમોહન સૈની, રેખાબા સરવૈયા, કુતિયાણા પ્રાંત પારસ વાંદા, Dysp ઋતુ રાડા તેમજ જિલ્લાના વિવિધ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. ધ્વજવંદન બાદ પોલીસ જવાનોની ખાસ પરેડ અને ધ્વજ સલામી પણ આ તકે યોજાઈ હતી, જેનું નિરીક્ષણ જિલ્લા કલેકટર અશોક શર્માએ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી સાથે કર્યું હતું, જિલ્લા કલેકટરશ્રીનું ઉદબોધન તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમો ઉપરાંત વિવિધ વિભાગો અને શાળાઓની ઝાંખીઓનું પ્રદર્શન યોજાયું હતું તથા જિલ્લામાં ઉત્કુષ્ટ કામગીરી કરનાર વિભાગીય તથા રાજ્યપાલશ્રી મહોદયે સૂચિબદ્ધ કરેલા હોય તેવા મહાનુભાવોનું સન્માન યોજાયું હતું,
व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें
Please Share This News By Pressing Whatsapp Button