ડભોલી બ્રીજ પર દોડતી કારમાં આગ, સદનસીબે કોઈ જાનહાની નહીં

સુરતના સિંગણપોર ડભોલી બ્રીજ પર દોડતી કારમાં આગ લાગી હતી. બ્રીજ પર કારમાં આગ લગતા અફરાતફરી મચી જવા પામી હતી. બીજી તરફ કારમાં સવાર તમામ લોકો કારની બહાર ઉતરી ગયા હતા અને બનાવની જાણ ફાયર વિભાગને કરવામાં આવી હતી. ફાયર વિભાગે ઘટના સ્થળે દોડી આવી આગ પર કાબુ મેળવી લીધો હતો સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ન હતી.

પુલ પર ટ્રાફિક જામ સર્જાયો
સુરતના ડભોલી બ્રીજ પર એક દોડતી કારમાં બોનેટમાંથી ધુમાડા નીકળ્યા હતા. જેને લઈને કાર ચાલકે સમયસુચકતા વાપરી કારને બ્રીજ પર જ ઉભી રાખી દીધી હતી અને કારમાં સવાર તમામ લોકો કારની બહાર ઉતરી ગયા હતા. બીજી તરફ કારમાં આગ ભભૂકી ઉઠી હતી. જેને લઈને બ્રીજ પર ટ્રાફિક જામ સર્જાયો હતો. કારમાં સવાર લોકોએ કારની બહાર ઉતરી ત્યાંથી પસાર થતી બસમાંથી ફાયરના સાધનો લઇ આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ આગ કાબુમાં ન આવતા ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. જેથી ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. ફાયર વિભાગે આગ પર કાબુ મેળવી લીધો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ન હતી. બ્રીજ પર કારમાં આગ લાગવાની ઘટના બનતા ત્યાં ભારે ટ્રાફિકજામ પણ સર્જાયો હતો.

ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી
ફાયર વિભાગ પાસેથી મળતી માહિતી મુજબ સુરતના ડભોલી બ્રીજ પર એક કારમાં આગ લાગ્યાનો કોલ 6.51 મીનીટે મળ્યો હતો. બનાવની જાણ થતા ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને આગ પર કાબુ મેળવી લીધો હતો સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ન હતી

શોર્ટ સર્કીટ બાદ લાગી આગ
ફાયર ઓફિસર ધર્મેશ પટેલે જણાવ્યું હતું કે કારના બોનેટમાં શોર્ટ સર્કીટ થયા બાદ આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ છે. આગમાં કારના આગળના ભાગમાં નુકશાન થયું હતું. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ન હતી.

व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें

Please Share This News By Pressing Whatsapp Buttonजवाब जरूर दे 

ભાણવડ નગરપાલિકામાં કોણ જીતશે ?

  • ભાજપ (47%, 8 Votes)
  • આમ આદમી પાર્ટી (35%, 6 Votes)
  • કોંગ્રેસ (18%, 3 Votes)

Total Voters: 17

Loading ... Loading ...


Related Articles

Close
Website Design By Bootalpha.com +91 82529 92275
.