પાકિસ્તાનના પૂર્વ મંત્રી ફવાદ ચૌધરીની ધરપકડ

પાકિસ્તાના ભૂતપૂર્વ મંત્રી અને PTI નેતા ફવાદ ચૌધરી (Fawad Chaudhary)ની ધરપકડ થઈ ગઈ છે. આ વાદો PTI નેતા ફારુખ હબીબ (Farooq Habib)એ બુધવારે સવારે કર્યો છે. ફવાદ ચૌધરીની એવા સમયે ધરપકડ થઈ છે કે જ્યારે પાકિસ્તાનમાં ભૂતપૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન (Imran Khan)ની ધરપકડ થવાની અટકળો થાય તેવી શક્યતા હતી. આ ઉપરાંત ફવાદ ચૌધરીએ દાવો કર્યો હતો કે સરકાર ભૂતપૂર્વ PM ઈમરાન ખાનની ધરપકડ કરવાની યોજના ધરાવી રહી છે.

ઈસ્લામાબાદ પોલીસ (Islamabad Police)એ ફવાદ ચૌધરીની ધરપકડની પૃષ્ટિ કરી છે. જાણકારોના જણાવ્યા પ્રમાણે ચૂંટણી પંચના સચિવ ઉમર હમીદની ફરિયાદ અંગે રાત્રે ઈસ્લામાબાદના કોહસર પોલીસ સ્ટેશનમાં ચૌધરી સામે કેસ દાખલ કરવામાં આવ્યો હતો. ફવાદ ચૌધરીની ધરપકડ બાદ ઈમરાન ખાનના નિવાસ સ્થાનની બહાર મોટી સંખ્યામાં સમર્થકો એકત્રિત થઈ ગયા છે. હબીબે ફવાદ ચૌધરીને પોલીસના વાહનમાં લઈ જતો એક વિડીયો પણ શેર કર્યો છે. હબીબે લખ્યું- આયાતિત સરકાર પાગલ થઈ ગઈ છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે ફવાદ ચૌધીની લાહોરથી ધરપકડ કરવામાં આવી છે. તેમને ઈસ્લામાબાદ લાવવામાં આવી શકે છે. બીજી બાજુ PTI પાર્ટીના નેતાએ ફવાદની ધરપકડ સામે શહબાઝ સરકાર સામે મોરચો ખોલ્યો છે.

व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें

Please Share This News By Pressing Whatsapp Buttonजवाब जरूर दे 

ભાણવડ નગરપાલિકામાં કોણ જીતશે ?

  • ભાજપ (47%, 8 Votes)
  • આમ આદમી પાર્ટી (35%, 6 Votes)
  • કોંગ્રેસ (18%, 3 Votes)

Total Voters: 17

Loading ... Loading ...


Related Articles

Close
Website Design By Bootalpha.com +91 82529 92275
.