
વિઝન ૨૦૪૭ ગુજરાત રાજ્ય, એક કાંકરે ત્રણ પક્ષીઓ પર નિશાન!!
- નાયબ મામલતદાર અને તલાટીઓની ગેરવર્તણુકો પર સરકાર લાદશે લગામ?
- આવતા પાંચ વર્ષમાં સિસ્ટમને પશ્ચિમી રંગ આપવા પ્રયત્નશીલ સરકાર!!
- ઓનલાઇન કામગીરી અને ઓનલાઇન જ ફરીયાદોનો નિકાલ કરવા સકારાત્મક સરકાર
૨૦૪૭ માં ભારત કેવું હશે, દરેક રાજ્યો અને જિલ્લા, તાલુકાઓ તથા ગામો કેવા હશે અંતર્ગત, દરેક જિલ્લાઓમાં ફરીયાદ ઉઠી હોય તેવા ૪૦૦ જેટલા નાયબ મામલતદારોને તેવા જિલ્લામાંથી ઉઠાવીને અન્ય જિલ્લાઓમાં વિઝન ડોક્યુમેન્ટરી તૈયાર કરવાની કામગીરી સોંપાઈ શકે છે, જાણવા મળતી માહિતી પ્રમાણે રાજ્ય સરકારને રાજ્યમાંથી ૪૦૦ જેટલા નાયબ મામલતદારોની ફરીયાદો મળી હોવાની ઓફલાઈન માહિતીઓ પ્રાપ્ત થઈ રહી છે, ૪૦૦ પૈકી ૧૩૭ નાયબ મામલતદારો મહિલા છે અને ૨૫૩ નાયબ મામલતદારો પુરુષ છે, ઉલ્લેખનીય છે કે વર્ગ ત્રણમાં જિલ્લાફેર બદલીઓ અંગે સરકારના જ એક નિયમની આડશ રહેલી છે એ આડશ દૂર કરવા સરકારમાં ગંભીર વિચારણાઓ ચાલતી હોવાનું જાણવા મળી રહ્યું છે, સંભવત સરકાર જો વર્ગ ત્રણના કર્મચારીઓમાંથી આ આડશ દૂર કરવાનો નિર્ણય કરશે તો આવનારા સમયમાં નાયબ મામલતદાર, તલાટી કમ મંત્રી જેવા કર્મચારીની બદલી એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં આસાનીથી કરી શકાશે, અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકારમાં પહોંચેલી ફરીયાદો પૈકી પોરબંદર જિલ્લાના ત્રણ નાયબ મામલતદારોની બદલી અન્ય જિલ્લામાં થવાની શક્યતાઓ છે, આ ત્રણ નાયબ મામલતદારો પૈકી બે પુરુષ અને એક મહિલા નાયબ મામલતદારની ગંભીર પ્રકારની ફરીયાદ અરજીઓ સરકારમાં પહોંચી છે.
આ રીતે વિઝન ૨૦૪૭ માં સરકાર એક કાંકરે ત્રણ પક્ષીઓને નિશાનમાં લઈ શકે છે,
૧) વર્ગ ત્રણના કર્મચારીઓને અન્ય જિલ્લામાં બદલવા અંગેની નિયમોની આડશ કાયમી ધોરણે દૂર કરશે
૨) જિલ્લામાંથી આવતી કર્મચારીઓ અંગેની ફરિયાદોનો સાગમટે નિકાલ અને,
૩) આઝાદીના ૧૦૦ વર્ષની ઉજવણી અંતર્ગત તૈયાર કરવામાં આવતા વિઝન ૨૦૪૭ ના પ્રોજેક્ટ રીપોર્ટ તૈયાર કરવામાં સજાના ભાગરૂપ કામગીરીનો નિકાલ
અગાઉ ૨૯/૦૫/૨૦૧૨ ના રોજ સરકારશ્રીએ નાયબ મામલતદાર વર્ગ ત્રણને રાજ્ય કક્ષાનો સંવર્ગ (State label cader) સુધારા ઠરાવ: મક્મ/૧૦૨૦૦૯/મંત્રીશ્રી-૩૨/ન કરેલો છે જેમાં ૨/૨/૨૦૧૨, ૧૧/૪/૨૦૧૨ અને ૧૩/૪/૨૦૧૨ ના ઠરાવોને વંચાણે લેવામાં આવ્યા હતાં, જેમાં હવે વિઝન ૨૦૪૭ નો સમાવેશ કરીને વધુ એક સુધારા ઠરાવ સરકાર કરે તો, રાજ્યના ચાર ઝોન પૈકીમાં આવતા જે તે ઝોનના જિલ્લાઓમાં નાયબ મામલતદાર અને તલાટીની બદલીઓ સંભવ બનશે. આમ ઉદ્ધત અને ગેર વર્તણુકની વર્ગ ત્રણના રેવન્યુ/મહેસુલ કર્મચારીઓની ફરીયાદનો સાગમટે નિકાલ કરવાનું સરકાર વિચારી રહી હોવાનું ખાનગી સૂત્રો પ્રાપ્ત માહિતીઓ જણાવે છે.
व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें
Please Share This News By Pressing Whatsapp Button