
‘તારક મહેતા…’ શોમાં થઈ દયાબેનની વાપસી! બાઘા સાથે જોવા મળી ‘શેઠાણીજી’
‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ નાના પડદા પરનો સૌથી પોપ્યુલર શો છે. તે છેલ્લા 14થી વર્ષથી લોકોના દિલો પર રાજ કરી રહ્યું છે. તે ટૂંક સમયમાં જ 15 વર્ષ પૂરા કરશે. શોમાં કામ કરનાર દરેક પાત્ર ફેન્સના દિલોમાં જગ્યા બનાવી ચૂક્યો છે.
4 વર્ષમાં આ શોમાં ઘણા બધા બદલાવ જોવા મળ્યા છે. ઘણા બધા કલાકારો આ શો છોડી ચૂક્યા છે. આમાં સૌથી મોટું નામ છે દિશા વાકાણી (Disha Vakani) એટલે કે દયાબેનનું. હાલમાં એક તસવીર સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઇ રહી છે. જેને જોઇને ફેન્સ ઘણા એક્સાઇટેડ જોવા મળી રહ્યા છે.
શોમાં બાઘાનું પાત્ર ભજવતા તન્મય વેકરિયા સાથે દિશા વાકાણીની એક તસવીર વાયરલ થઇ રહી છે. જે જોઇને ફેન્સ હેરાન થઇ ગયા છે. કેટલાક ફેન્સ આ તસવીર જોઇને અનુમાન લગાવી રહ્યા છે કે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ શોમાં દયાબેનની વાપસી થવા જઇ રહી છે.
જો કે, આ વાયરલ તસવીર ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ શોના સેટ નહીં પરંતુ ત્યારની છે જ્યારે બંને સાથે થિયેટર આર્ટિસ્ટ તરીકે કામ કરતા હતા. બંને ઘણા પ્લેમાં સાથે કામ કર્યું છે. આ તસવીર ત્યારની જ છે.
દિશા વાકાણી ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ માં 2017 પછી જોવા મળી નથી. તેને જોધા અકબર સહિતની ઘણી ફિલ્મોમાં અભિનય કર્યો છે, પરંતુ, તેને ઓળખાણ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોથી મળી હતી.
व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें
Please Share This News By Pressing Whatsapp Button