ચીની સૈનિકો સાથે થયેલી અથડામણ બાદ પ્રથમ વખત તૈનાત સૈનિકોને મળવા પહોંચ્યા સેના પ્રમુખ

ભારતીય સેના પ્રમુખ જનરલ મનોજ પાંડે સોમવારે સવારે અરુણાચલ પ્રદેશ પહોંચ્યા હતા. અહીં તેમણે ચીનને અડીને આવેલા સરહદી વિસ્તારોની મુલાકાત લીધી હતા અને તૈનાત સૈનિકોને મળ્યા હતા. જનરલ પાંડે (Manoj Pande)એ એલએસીની નજીકના સંવેદનશીલ વિસ્તારોની સમીક્ષા પણ કરી હતી. LAC પર તૈનાત સૈનિકોએ ચીની સૈનિકોને જડબાતોડ જવાબ આપ્યો હતો. તેઓએ સૈનિકો પાસેથી સુરક્ષાની સ્થિતિની માહિતી મેળવી હતી.

ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે લદ્દાખની ભારત-ચીન સરહદ પર તૈનાત પોતાના સૈનિકો સાથે વીડિયો કોમ્યુનિકેશન દ્વારા યુદ્ધ તૈયારીઓની સમીક્ષા કરી હતી. સેના પ્રમુખની આ મુલાકાત તેના જવાબમાં જોવામાં આવી રહી છે.

જનરલ પાંડેએ પૂર્વ અરુણાચલમાં LAC પાસે તૈનાત સૈનિકોની તૈયારીઓની સમીક્ષા પણ કરી હતી. તેમણે સરહદ પરની સુરક્ષા વ્યવસ્થા અંગે પણ જાણકારી મેળવી હતી. આર્મી ચીફે જવાનોને સતર્કતા વધારવા અને તકેદારી રાખવા માટે જણાવ્યું હતું.

પૂર્વી લદ્દાખના પેન્ગોન્ગ લેકની પાસે વર્ષ 2020ની હિંસક અથડામણ બાદથી ભારત અને ચીન વચ્ચે LAC પર તણાવની સ્થિતિ છે. હાલમાં જ તેમણે અરુણાચલ પ્રદેશના તવાંગમાં પણ ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો હતો પરંતુ ભારતીય સેનાએ તાત્કાલિક વળતો જવાબ આપતા તેમને પીછેહટ કરવી પડી હતી. એવામાં આ વાતની આશંકા છે કે ચીન ફરી ઘૂસણખોરીનો પ્રયાસ કરી શકે છે.

व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें

Please Share This News By Pressing Whatsapp Button



जवाब जरूर दे 

ભાણવડ નગરપાલિકામાં કોણ જીતશે ?

  • ભાજપ (47%, 8 Votes)
  • આમ આદમી પાર્ટી (35%, 6 Votes)
  • કોંગ્રેસ (18%, 3 Votes)

Total Voters: 17

Loading ... Loading ...


Related Articles

Close
Website Design By Bootalpha.com +91 82529 92275
.