
શાંતિ ઈચ્છો છો, તો આટલી વાતોમાં મહિલાએ પુરુષને ક્યારેય ના રોકવા, પરિણીત સ્ત્રીઓ માટે ટિપ્સ
ઘરમાં બધા એવું જ ઈચ્છે કે ઘરમાં શાંતિ બની રહે. ઘરના તમામ સભ્યો જો એક બીજાને ખૂબ જ સારી રીતે સમજતા હોય તેના ગમા અણગમાથી પરિચિત હોય તો ઘરમાં ક્યારેય પણ ઝગડા થતાં જ નથી. ઘરમાં ઝગડાનું મુખ્ય કારણ હોય છે ઘરના સભ્યો એકબીજાને જે રોક-ટોક કરે તેના કારણે જ મોટા ભાગના ઝગડા થાય છે. ખાસ કરીને પુરુષો ઘણા જ સ્વાભિમાની હોય છે. તે પોતાના કામમાં કોઈની પણ દખલ-અંદાજી પસંદ નથી કરતાં. જો તેને કોઈ તેના કામમાં રોકે તો ચોક્કસ ઝગડા થાય છે.
પુરુષોને પોતાના કામની પૂરી જવાબદારી હોય છે. તેને પોતાનું કામ ક્યારે, કેવી રીતે કરવું તેની પૂરી સમજ હોય છે. પરંતુ જો તેના કામમાં કોઈ પણ ટક ટક કરે એટલે તેને ગુસ્સો આવે છે. પુરુષોને પોતાના અમુક કામોમાં મહિલાઓ દખલ કરે તે બિલકુલ પસંદ નથી.
મોટાભાગના પુરુષો ઠંડા મગજના હોય છે, જલ્દીથી ગુસ્સો કરતાં નથી. તેઓને વધારે વાતો કરવી પણ પસંદ નથી હોતી. પરંતુ આ બધાની વચ્ચે પણ તે પોતાના કામો ખૂબ જ જવાબદારીની સાથે કરે છે. તે પોતાના કામને પોતાની રીતે જ કરવા માંગે છે. અને જો તેમાં મહિલાઓ દખલગીરી કરે તો ઝગડાનું કારણ બને છે. અમે તમારા માટે એવી જ કેટલીક વાત લઈને આવ્યા છીએ જે પુરુષોને પસંદ નથી.
પોતાના પરિવાર વિશે: પુરુષો પોતાના પરિવાર માટે ખૂબ જ કેરિંગ હોય છે. તેના પરિવારને કોઈ પણ કંઈ કહે તે બિલકુલ પસંદ નથી હોતું. તેની પોતાની પત્ની પણ જો પોતાના પરિવારના કોઈ પણ સભ્ય માટે ગમે તે ફરીયાદ કરે તો તેને બિલકુલ પસંદ નથી હોતી. આવા સમયે પુરુષ કંઈ પણ બોલ્યા વગર જ ત્યાંથી જતાં રહેવાનું પસંદ કરે છે.
તેના દેખાવ વિશે: પુરુષો પોતાના દેખાવથી જ સંતુષ્ટ હોય છે તેને કોઈની પણ કોપી કરવી નથી પસંદ. તેને દેખાદેખી બિલકુલ ગમતી નથી. તેને જો તેના લુકની બાબતમાં જેમ કે શેવિંગ, હેર કટિંગ, નેઇલ કટિંગ જેવા પ્રશ્નોને લઈને તેને કહેવામાં આવે તે તેને પસંદ નથી.
પ્રોફેશનલ લાઈફ સ્ટાઇલ: પુરુષ જ્યારે જવાબદાર બને અને તેને પોતાનો વ્યવસાય પસંદ કરવાનું થાય તે સમયે કોઈ પુરુષ કોઈ મહિલાની દખલ પસંદ નથી કરતાં. પુરુષને પોતાની જવાબદારીની ખબર જ હોય છે, તેઓનું માનવું એવું છે કે મહિલાઓ આ બાબતમાં કોઈ નિર્ણય ના લઈ શકે. આવા ટાઈમે મહિલાએ કંઇ પણ બોલ્યા વગર જ શાંતિ રાખવી જોઈએ.
ક્રિકેટ જોતાં હોય એ સમયે: પુરુષોનો સૌથી પ્રિય ખેલ એટલે ક્રિકેટ. જે સમયે પોતાની રસપ્રદ ક્રિકેટ જોઈ રહ્યા હોય તે સમયે તેને જો રોકટોક કરવામાં આવે કે ટીવી પર જો અન્ય કાર્યક્રમ જોવાની જીદ કરવામાં આવે તો તે સમયે ઘરમાં ઝગડા થઈ શકે છે. તો આવા ઝગડાને રોકવાનો એક જ ઉપાય કે ક્રિકેટમાં કોઈ પણ ડિસ્ટબન્સ ના કરવું જોઈએ.
પોતાના મિત્રો વિશે: પુરુષો પોતાના મિત્રો માટે ખૂબ જ લાગણીવાળા હોય છે. તેમના મિત્રો પણ આપણે જોઈએ કે તેઓના માટે એની ટાઈમ તૈયાર જ હોય છે. પુરુષોમાં મિત્રો માટે એક ખાસ સ્થાન હોય છે, તેની પોતાના દિલમાં ખાસ જગ્યા હોય છે. એવામાં જો પોતાની પત્ની તેના મિત્ર માટે કંઈ કહે તે પુરુષ કેમ ચલાવે. અને એ વાતને લઈને ઘરમાં ઝગડા થતાં હોય છે.
व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें
Please Share This News By Pressing Whatsapp Button