સગીરા સાથે દુષ્કર્મ કરનાર વિધર્મીને 20 વર્ષની કેદ

વડોદરાના બાપોદ વિસ્તારમાં 2021માં એક વિધર્મી યુવકે 15 વર્ષીય સગીરાને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ ગુજાર્યો હતો. જેને બાપોદ પોલીસે પરપ્રાંતીય વિધર્મી યુવકને ઝડપી પાડી કોર્ટમાં રજૂ કર્યો હતો. જેનો કેસ ચાલી જતાં કોર્ટે આરોપીને 20 વર્ષની સખત કેદની સજા સાથે રોકડ દંડ ફટકારવામાં આવ્યોછે. તેમજ પીડિતાને વળતર પેટે 4 લાખ ચૂકવવાનો કોર્ટ દ્વારા આદેશ કરવામાં આવ્યો છે.

Vadodara: વડોદરાના બાપોદ વિસ્તારમાં 2021માં એક વિધર્મી યુવકે 15 વર્ષીય સગીરાને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ ગુજાર્યો હતો. જેને બાપોદ પોલીસે પરપ્રાંતીય વિધર્મી યુવકને ઝડપી પાડી કોર્ટમાં રજૂ કર્યો હતો. જેનો કેસ ચાલી જતાં કોર્ટે આરોપીને 20 વર્ષની સખત કેદની સજા સાથે રોકડ દંડ ફટકારવામાં આવ્યોછે. તેમજ પીડિતાને વળતર પેટે 4 લાખ ચૂકવવાનો કોર્ટ દ્વારા આદેશ કરવામાં આવ્યો છે.

વડોદરાના બાપોદ વિસ્તારમાં રહેતા શ્રમજીવી પરિવારની 15 વર્ષીય પુત્રી બે વર્ષ પૂર્વે યાકુતપુરા વિસ્તારમાં આવેલી સ્કૂલમાં ધો.10માં અભ્યાસ કરતી હતી. બપોરે માતા-પિતા મજૂરી કામ માટે જતાં મોટી પુત્રી ઘરમાં તેના ભાઇ-બહેનને હું ભણવાના ચોપડા લઇને આવું છું તેમ કહીને ઘરેથી નીકળ્યા બાદ ભેદી સંજોગોમાં ગુમ થઇ હતી. માતા-પિતાએ તેનો મોબાઈલ ફોન પર સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેનો ફોન સ્વીચઓફ હતો. તેનો કોઈ પત્તો નહી લાગતા તેમની પુત્રીનું કોઈ અજાણી વ્યકિત અપહરણ કરી ગયો હોવાની બાપોદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. પોલીસ તપાસ દરમિયાન સગીરાને પાણીગેટ વિસ્તારમાં આવેલા બાવામાનપુરા દરગાહની બહાર રહેતો મુળ બિહારનો વતની મહંમદસીરાજ મહંમદનસીમ શેખ પટાવી ફોસલાવીને ભગાડી ગયો હોવાની બાતમી મળતા પોલીસે તેની ધરપકડ કરી સગીરાને તેની પાસેથી મુક્ત કરાવી હતી.

પ્રાથમિક તપાસમાં મહંમદસીરાજે સગીરા પર વારંવાર બળાત્કાર ગુજાર્યો હોવાની વિગતો મળતા પોલીસે મહંમદસીરાજ વિરુધ્ધ અપહરણ તેમજ બળાત્કાર અને પોસ્કોની કલમનો ઉમેરો કર્યો હતો. આ કેસ અત્રેના અધિક સેશન્સ જજ ભુપેન્દ્રકુમાર દવેની કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ જે.એમ. કંસારાની દલીલોને ગ્રાહ્ય રાખી કોર્ટે આરોપી મહંમદસીરાજને 20 વર્ષની સખત કેદની સજા સાથે 5 હજાર દંડ ભરવાનો આદેશ કર્યો હતો.

व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें

Please Share This News By Pressing Whatsapp Buttonजवाब जरूर दे 

ભાણવડ નગરપાલિકામાં કોણ જીતશે ?

  • ભાજપ (47%, 8 Votes)
  • આમ આદમી પાર્ટી (35%, 6 Votes)
  • કોંગ્રેસ (18%, 3 Votes)

Total Voters: 17

Loading ... Loading ...


Related Articles

Close
Website Design By Bootalpha.com +91 82529 92275
.