
‘બડે મિયાં છોટે મિયાં’ની શૂટિંગ શરૂ
જ્યારથી અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફની આગામી ફિલ્મ ‘બડે મિયાં છોટે મિયાં’ની જાહેરાત થઇ છે ત્યાર બાદથી જ તે સતત ચર્ચામાં છે. આ ફિલ્મમાં અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફ પહેલીવાર ફિલ્મમાં સાથે જોવા મળશે. આ ફિલ્મ માટે ફેન્સ ખૂબ જ ઉત્સાહિત છે. હવે, ફેન્સ માટે એક સારા સમાચાર છે કે આ ફિલ્મનું શૂટિંગ શરૂ થઇ ગયું છે. અક્ષય કુમારે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને આ વિશે માહિતી શેર કરી હતી.
લ્મ ‘બડે મિયાં છોટે મિયાં’ આ વર્ષે ક્રિસમસના અવસર પર પર રિલીઝ થઇ શકે છે. આ ફિલ્મનું નિર્માણ પૂજા એન્ટરટેઈનમેન્ટ હેઠળ કરવામાં આવશે અને ફિલ્મનું નિર્દેશન અલી અબ્બાસ ઝફર કરશે.
થોડા દિવસો પહેલા અક્ષય કુમાર ફિલ્મ ‘હેરા ફેરી 3’ને લઈને ખૂબ ચર્ચામાં હતો. મળતી માહિતી મુજબ, અભિનેતાએ ફિલ્મ છોડી દીધી છે. અને કાર્તિક આર્યનને તેની જગ્યાએ ફિલ્મમાં લેવામાં આવ્યો છે. જો કે હજુ સુધી આ અંગે નિર્માતાઓ અને નિર્દેશકો દ્વારા કોઈ સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી.
व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें
Please Share This News By Pressing Whatsapp Button