કાલી પોસ્ટર વિવાદ: લીના મણિમેકલાઈને SCમાંથી મળી રાહત

આજકાલ બોલિવૂડ ફિલ્મો અને OTT સિરીઝને લઈને વિવાદો સામાન્ય બની ગયા છે. ક્યારેક ફિલ્મના ટાઈટલને લઈને તો ક્યારેક કોઈ સીનને લઈને વિવાદ શરૂ થઈ જાય છે. અહીં સુધી કે, હવે તો કપડાંને લઈને પણ સોશિયલ મીડિયા પર હંગામો શરૂ થઈ ગયો છે. ગયા વર્ષે ફિલ્મ ‘કાલી’ના પોસ્ટરને લઈને દેશભરમાં વિવાદ થયો હતો. જેમાં હિંદુ દેવીને સિગારેટ પીતા બતાવવામાં આવ્યા હતા. સુપ્રીમ કોર્ટે હવે ફિલ્મ નિર્માતા લીના મણિમેકલાઈને તેમના વિવાદિત પોસ્ટરમાં હિંદુ દેવી કાલીને સિગારેટ પીતા દર્શાવતા તેમની સામે નોંધાયેલી FIRના મામલે ધરપકડથી વચગાળાનું રક્ષણ આપ્યું છે.

મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડ અને પીએસ નરસિમ્હાની બેન્ચે કહ્યું કે: આ તબક્કે પ્રાથમિક દૃષ્ટિએ એવું લાગે છે કે બહુવિધ રાજ્યોમાં FIRની નોંધણી મણિમેકલાઈ માટે ગંભીર પૂર્વગ્રહનું કારણ બની શકે છે. આમ કાયદા મુજબ તમામ FIRને એક જગ્યાએ એકીકૃત કરવા અરજી પર રાજ્યોને નોટિસ આપવામાં આવી હતી.

એડવોકેટ ઈન્દિરા ઉન્નીનાયરની સહાયતાથી એડવોકેટ કામિની જયસ્વાલે સર્વોચ્ચ અદાલતમાં મણિમેકલાઈનું પ્રતિનિધિત્વ કર્યું. તેમણે કહ્યું કે, શોર્ટ ફિલ્મને લઈને ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, ઉત્તરાખંડ અને દિલ્હીમાં અરજીકર્તા વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે.

પીઠે પોતાના આદેશમાં કહ્યું કે- પરિણામ સ્વરૂપ એવી રજૂઆત કરવામાં આવી છે કે, અરજદારને અલગ-અલગ રાજ્યોમાં એક જ ફિલ્મના કારણે બળજબરીપૂર્વકની કાર્યવાહી કરવામાં આવે તેવી શક્યતા છે. આ ઉપરાંત ભોપાલમાં અરજદાર વિરુદ્ધ લુક આઉટ સર્ક્યુલર જારી કરવામાં આવ્યો છે. જે FIR નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે એ છે જે અરજદારની જાણકારીમાં છે.

અરજદારે કાલી નામના વિવાદાસ્પદ પોસ્ટરને લઈને ફિલ્મ નિર્માતા વિરુદ્ધ વિવિધ રાજ્યોમાં નોંધાયેલી તમામ FIRને રદ્દ કરવા માટે નિર્દેશની માંગ કરી હતી. મણિમેકલાઈ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં જણાવવામાં આવ્યું છે કે, તે એ વાતથી પણ વ્યથિત છે કે ત્યારપછીની ભયાનક સાયબર હિંસા સામે પગલાં લેવાને બદલે રાજ્યે તેને ટાર્ગેટ કરી છે. આવી રાજ્યની કાર્યવાહી ભારતીય બંધારણની કલમ 19(1) હેઠળ ફિલ્મ નિર્માતા તરીકેના સર્જનાત્મક અર્થઘટનના તેમના અધિકારોનું ઉલ્લંઘન છે. તે તેમના જીવન, સ્વતંત્રતા પ્રતિષ્ઠાના અધિકારો અને કલમ 21 r/w 19(1) હેઠળ સુરક્ષાનું પણ ઉલ્લંઘન કરે છે.

व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें

Please Share This News By Pressing Whatsapp Buttonजवाब जरूर दे 

ભાણવડ નગરપાલિકામાં કોણ જીતશે ?

  • ભાજપ (47%, 8 Votes)
  • આમ આદમી પાર્ટી (35%, 6 Votes)
  • કોંગ્રેસ (18%, 3 Votes)

Total Voters: 17

Loading ... Loading ...


Related Articles

Close
Website Design By Bootalpha.com +91 82529 92275
.