સુશાંતના જન્મદિવસ, બહેન શ્વેતાએ શેર કર્યા વીડિયો અને તસવીરો

 સુશાંત સિંહ રાજપૂત આજે પણ તેના ફેન્સના દિલોમાં રાજ કરે છે. અભિનેતાએ 14 જૂન 2020ના રોજ આત્મહત્યા કરી લીધી હતી. તેના મોતના સમાચારે લોકોને હેરાન કરી દીધા હતા. જો આજે અભિનેતા આજે આ દુનિયામાં હોત તો એ પોતાનો જન્મદિવસ ઉજવી રહ્યો હોત. આજે તેના જન્મદિવસના અવસર પર તેની બહેને અભિનેતાની ઘણી તસવીરો અને વીડિયો શેર કર્યા છે.

સુશાંતની બહેન શ્વેતા સિંહે ઇન્સ્ટાગ્રામ પર તસવીરો અને વીડિયો શેર કરીને જણાવ્યું છે કે સુશાંતને બાળપણથી જ અભિનયનો શોક હતો. શ્વેતાએ ફેન્સને પણ સુશાંત સાથેની પોતાની યાદો શેર કરવાનું જણાવ્યું હતું. ‘જો કોઇને ક્યારેય પણ સુશાંતે જવાબ આપ્યો હોય તો તેને ટેગ કરો.’ શ્વેતાએ લખ્યું, ‘ભાઇના જન્મદિવસ પર તેની યાદો તમારી સાથે શેર કરવા માંગીશ. અમારા બાળપણમાં અમે કેવા હતા. અમારા બંને વચ્ચે એક વર્ષનો અંતર હતો અને ઘરમાં અમને બધા ગુડિયા અને ગુલશન કહીને બોલાવતા હતા.’

શ્વેતા સિંહે એક તસવીર પણ શેર કરી છે, જેમાં સુશાંત પોતાની બહેનના બાળકો સાથે જોવા મળશે. તેને લખ્યું, હેપ્પી બર્થ ડે મારા ક્યૂટ સા સ્વીટ સા ભાઇ.. તું જ્યાં પણ હોય હંમેશા ખુશ રહે. (મને લાગે છે કે તું કૈલાશમાં શિવજીની સાથે ફરી રહ્યો છે) અમે તને ઘણો પ્રેમ કરીએ છે. ક્યારેય તમારે નીચે પણ જોવું જોઇએ કે તમે શું જાદુ કર્યો છે.

હાલમાં જ સુશાંતના ડોગ ‘ફઝ’ની મોત થઇ ગઇ હતી. સુશાંત સિંહ રાજપૂત 14 જૂન 2020ના રોજ પોતાના ઘરમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો. આ મામલે સીબીઆઇ તપાસ કરી રહી છે અને તેનો પરિવાર ન્યાયનો ઇન્તેઝાર કરી રહ્યો છે. ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.

व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें

Please Share This News By Pressing Whatsapp Button



जवाब जरूर दे 

ભાણવડ નગરપાલિકામાં કોણ જીતશે ?

  • ભાજપ (47%, 8 Votes)
  • આમ આદમી પાર્ટી (35%, 6 Votes)
  • કોંગ્રેસ (18%, 3 Votes)

Total Voters: 17

Loading ... Loading ...


Related Articles

Close
Website Design By Bootalpha.com +91 82529 92275
.