
પ્રાઇવેટ સ્કૂલને પણ ઝાંકી પાડતી સુરતની સરકારી સ્કૂલ
સરકારી શાળાઓ પ્રત્યેની ગેરસમજ દૂર કરવા અને બાળકો સરકારી શાળામાં અભ્યાસ કરવાનું પસંદ કરે તે હેતુથી શાળાઓને સ્માર્ટ લુક આપવાની યોજનાઓ આકાર લેવા લાગી છે. સુરત મનપસંદ સંચાલિત શહેરની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં અત્યાધુનિક લુક આપવામાં આવ્યા છે. ખાનગી શાળાઓને પણ ટક્કર આપે તેરી તે સુરતની સરકારી શાળાઓને સુરત મનપા બદલવાના પ્રયાસ કરી રહ્યું છે.
સરકારી શાળાઓ તરફ વાલીઓ આકર્ષાયા
બાળકોના અભ્યાસ માટે ખાનગી શાળા વાલીઓની પ્રથમ પસંદગી હોય છે પરંતુ સુરત મહાનગરપાલિકા તેઓની આ ધારણાને બદલાવનો પ્રયાસ કરી રહી છે. સુરત મનપા સંચાલિત શહેર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં પુસ્તકાલય, વિજ્ઞાન, પ્રાર્થના વિભાગ, અને કોમ્પ્યુટર લેબ,ભાવિ પ્રયોગશાળા, ગણિત તેમજ યોગા રૂમ તમામને એવો અધ્યાધુનિક લૂક અપાયો છે કે તેની સામે ખાનગી શાળાઓ પણ નિસ્તેજ લાગે.

સ્કૂલની દિવાલો પર મહાપુરુષોના ચિત્રો લગાવાયાં
સુરતની મોટા વરાછાની શાળા નંબર 353, તેમજ અઠવા ઝોનમાં આવેલી શાળા નંબર 265મા મનપા દ્વારા પાલિકાની શાળાઓની જે સ્માર્ટ લુક આપવામાં આવ્યો છે તે જોઈને પહેલી નજર એવું જ લાગશે કે આ કોઈ સરકારી નહીં પરંતુ ખાનગી શાળા હશે. સ્કૂલમાં દેશી રમતોમાંથી શાળાના પ્રાંગણનું ચિત્રણ દીવાલો પર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત પ્રવેશ દ્વારથી સ્કૂલના ઘણી દિવાલો પર મહાપુરુષોના ચિત્ર બનાવવામાં આવ્યા છે. જેથી કરીને વિદ્યાર્થીઓને તેમના વિશે જાણકારી મળી રહે.

લાઈબ્રેરી, સાયન્સ-કોમ્પ્યુટર- મેથ્સ લેબ બનાવાયાં
પ્રાર્થના વિભાગની દીવાલો પર સરસ્વતી ગણેશ વંદના ગુરુ વંદનાના ચિત્રો પણ દોરવામાં આવ્યા છે. આ ઉપરાંત લાઈબ્રેરી, સાયન્સ લેબ, કોમ્પ્યુટર લેબ, મેથ્સ લેબ, ફ્યુચર લેબ તેમજ યોગ રૂમને પણ રંગીન કરવામાં આવ્યા છે.અહીં લેબ્સ લેટેસ્ટ ટેક્નોલોજી ટૂલ્સથી બનેલી છે. વિદ્યાર્થીઓ પાણી, વીજળી અને સ્વચ્છતાનું મહત્વ સમજે તે માટે દિવાલો અને છત પર પણ આ મુદ્દાઓ પ્રકાશિત કરવામાં આવ્યા છે.

દરેક વર્ગમાં ડીજીટલ બોર્ડથી શિક્ષણ આપવામાં આવી રહ્યું છે
વિદ્યાર્થીઓને અભ્યાસમાં રૂચી વધે તે માટે તમામ વર્ગખંડોની દિવાલો અને છત જે તે વર્ગના અભ્યાસક્રમ મુજબ રંગવામાં આવી છે. પ્લે ગ્રુપમાંથી ધોરણ 3 ની દિવાલોને ગુજરાતી-હિન્દી-અંગ્રેજી મૂળાક્ષરોથી રંગવામાં આવી છે, ધોરણ 4, થી 8ની દિવાલોને ગણિત, વિજ્ઞાન, સામાજિક અભ્યાસ, હિન્દી, ગુજરાતી, અંગ્રેજીના પાઠ સાથે રંગવામાં આવી છે. દરેક વર્ગમાં ડીજીટલ બોર્ડથી શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત વર્ગખંડની બહાર હવામાન, તમામ ફળો અને શાકભાજી,ભારત અને રાજ્યોના નકશા, દેશની સંસ્કૃતિ, ભાષાઓ અને સંશોધન કરી રહેલા વૈજ્ઞાનિકોના નામ તેમના સંશોધન સાથે બતાવવામાં આવ્યા છે. જેથી કરીને વિદ્યાર્થીઓને તેઓના વિશે જાણકારી પણ મળી રહે.
14 સ્કૂલ સંપૂર્ણ સ્માર્ટ બનશે
હાલ મનપા દ્વારા શહેરની 14 શાળાઓને સ્માર્ટ બનાવવાની કામગીરી ચાલી રહી છે. તેમજ આગામી દિવસોમાં અન્ય શાળાઓને પણ વધુ સારો આકાર આપવાનું આયોજન મનપા દ્વારા કરવામાં આવ્યું છે.
व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें
Please Share This News By Pressing Whatsapp Button